Placeholder canvas

વાંકાનેર: ચંદ્રપુર ગામે સીસી રોડના ચાલુ કામનો વીડિયો ઉતારતા યુવાનને ધમકી આપી

વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ચાલતા સીસીરોડના કામનો મોબાઈલથી એક યુવાને વીડિયો ઉતારી લેતા ત્રણ શખ્સોએ આ યુવાનને માર મારવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી ઉસ્માનભાઇ અલીભાઇ દેકાવાડીયા (ઉવ ૪૨, ધંધો ખેતી, રહે ચંદ્રપુર, એ આરોપીઓ જલાલ અમીભાઇ શેરશીયા ઉર્ફે હેલ્પર, ઈમરાન જલાલ શેરશીયા, ગની નુરમામદ શેરશીયા (રહે ત્રણેય ચંદ્રપુર, તા.વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧ ના રોજ તથા તા.૯ ના રોજ ફરીયાદીએ ચંદ્રપુર ગ્રામ પંચાયત દ્વારા આર.સી.સી. રોડનું કામ ચાલું હતું.

તે વખતે ફરીયાદીએ તેના મોબાઇલ ફોન દ્વારા રોડનું શુટીંગ કરતા આરોપીઓએ ના પાડતા તે બાદ બોલાચાલી થતા આરોપીઓએ ફરીયાદીને લાફો મારી ગાળો બોલી છરી મારવાની ધમકી આપી. તેમજ આરોપીઓએ બીજી વખત ફરીયાદીને તેના ઘર નજીક જઇ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ યુવાનની ફરિયાદ સંદર્ભે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો