વાંકાનેર: સોમવારથી સી.સી.આઇ કપાસની ખરીદી ચાલુ કરશે.

વાંકાનેર: ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે આગામી સોમવારથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં સી.સી.આઇ કપાસની ખરીદી કરવાનું ચાલુ કરશે તેવું અમારા આધારભૂત માહિતી શોર્સમાંથી જાણવા મળ્યું છે. સી.સી.આઇ સુપર કપાસનો ભાવ રુ.1100 આપશે.

ખેડૂતોએ પોતાનો કપાસ સરકારે નિર્ધારિત કરેલ કવોલિટી અને ભાવમાં વેચવા માટે મગફળીની માફક પ્રથમ રજીસ્ટેશન કરાવવાનું રહેશે, આ રજીસ્ટ્રેશન કરાવવા માટે ખેડૂતોએ ૭/૧૨ અને આધારકાર્ડ અને પાસબુક ની ઝેરોક્ષ સાથે લઈ જવાની રહેશે. ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવવા તેમજ વિશેષ માહિતી માટે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની કચેરીમાં સંપર્ક કરવો..

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/EDJr2HixRW7GsAl3pflt0Z

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •