Placeholder canvas

મોરબી: મહેન્દ્રનગર પાસે ચક્કાજામ: કાર ચાલકને પોલીસે માર માર્યાના આક્ષેપ

મોરબી : મોરબીના માળીયા ફાટક પાસે આજે પોલીસે એક કારને ઉભી રાખવાનો પ્રયાસ કરતા કાર ઉભી ન રહેવાથી પોલીસે કારનો પીછો કરતા પોલીસમેનને સામાન્ય ઇજા થઇ હતી. બાદમાં પોલીસે કાર ચાલકને માર મારીને રોષ ઉતાર્યાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ મહેન્દ્રનગર ગામ પાસે ચક્કાજામ કરી દીધો હતો.

આ ઘટનાને પગલે પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને લોકોને સમજાવીને ટ્રાફિક કિલિયર કરાવ્યો હતો. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે મોરબીના માળીયા ફાટક પાસેથી એક સેન્ટ્રો ગાડી પસાર થઈ હતી. ત્યારે માળીયા ફાટક પાસે ટ્રાફિક ફરજ પર રહેલા ટ્રાફિક બ્રિગ્રેડના જવાનોએ આ સેન્ટ્રો ગાડીને ઉભી રાખવનનો પ્રયાસ કર્યો હતો. પણ કાર ચાલકે ત્યાંથી કાર હંકારી મૂકી હતી. આથી ટ્રાફિક બ્રિગ્રેડને પ્રબળ શંકા થતા બાઇક દ્વારા કારનો પીછો કર્યો હતો.જેમાં કારની ઠોકર લાગવાથી બાઇકમાં બેઠેલા ટ્રાફિક બ્રિગેડના જવાનોને સામાન્ય ઇજા પહોંચી હતી.

બાદમાં પોલીસે પોતાની વાનમાં ઘાયલને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા.તેમજ પોલીસે કાર ચાલક પર દાઝ ઉતારીને તેને માર માર્યો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક લોકોએ મહેન્દ્રનગર ગામ પાસે ચક્કાજામ કરી દીધો હતો. જેના પગલે વાહન વ્યવહાર અટવાયો હતો અને વાહનોના થપ્પા લાગી ગયા હતા. આ બનાવની જાણ થતાં બી ડિવિઝન અને એસઓજીનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને પોલીસે ચક્કાજામ કરતા લોકોને સમજાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે લોકોએ રોષભેર જણાવ્યું હતું કે, કાર ચાલકનો વાંક હોય તો તેની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવી જોઈએ એ રીતે કાર ચાલકને માર મારવો જઈએ નહિ અને માર મારનાર પોલીસમેનને હાજર કરવાનું કહીને લોકોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. જોકે પોલીસે લોકોને સમજાવીને ટ્રાફિક કિલિયર કરવ્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો