Placeholder canvas

બસપાના સુપ્રીમોના બેવડા વલણ સામે વાંકાનેર પાલિકાના બસપાના 4 સભ્યોના પક્ષમાંથી રાજીનામાં

વાંકાનેર : નાગરિકતા બિલ પસાર થવા મામલે રાજકીય ક્ષેત્રે ભારે ગરમાવો આવી ગયો છે. ત્યારે આ બિલ મામલે બસપાના સુપ્રીમોએ જે વલણ દાખવ્યું છે, તેના વિરોધમાં વાંકાનેર પાલિકાના ચાર સભ્યોએ બસપા પક્ષમાંથી રાજીનામાં ધરી દેવાની જાહેરાત કરી છે.

નાગરિકતા કાયદો યાને સીએચ સીટીઝનશિપ સુધારી કાયદો એટલે કે નેશનલ રજી. ઓફ સીટીઝનનો અમલ કરવા મુદ્દે સુપ્રીમો માયાવતીએ લોકસભા અને રાજ્યસભામાં ભાજપ સરકારને બચાવવા માટે તથા ભાજપ સરકારને આ કાયદાનો અમલ કરવા જેવી રીતે વોકઆઉટ કર્યું હતું. તે ડબલ ડેકર પણું સાબિત કરે છે.

આ બન્ને કાયદાનો વાંકાનેર નગરપાલિકાના બીએસપી પક્ષના ચૂંટાયેલા વોર્ડ નંબર 4 ના સદસ્યો જાકિર બ્લીચ, શરીફાબેન રાઠોડ, સલીમ મેસાણીયા, વિજયાબેન સારેસાએ વિરોધ કરી બસપા પક્ષમાંથી રાજીનામાં આપવાની જાહેરાત કરી છે અને આ બાબતની પ્રદેશ પ્રમુખ તથા બસપાના સુપ્રીમોને જાણ કરી છે. તેમજ ભાજપ સરકારના કાળા કાયદાને વખોડી કાઢીને વિરોધમાં આ રાજીનામાં આપ્યા હોવાનું જણાવ્યું છે.

આ સમાચારને શેર કરો