Placeholder canvas

બ્રેકિંગ ન્યુઝ: વાંકાનેરનો મચ્છુ 1 ડેમ ઓવરફ્લો…

વાંકાનેર મોરબી જિલ્લાનો સૌથી મોટો ડેમ વાંકાનેર મચ્છુ 1 ડેમ આજે રાત્રે 9:40 વાગ્યે ઓવરફલો થઈ ગયો છે…

આજે સવારે મચ્છુ ડેમની પાણીની સપાટી 46 ફૂટ હતી પરંતુ ઉપરવાસના વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડતા ખૂબ જ ઝડપથી સપાટી વધી છે. સાંજના 7:00 વાગ્યે 48.5 ફૂટ પર જળ સપાટી પહોંચી હતી. છે, જે રાત્રે 9:40 વાગ્યાની આસપાસ ડેમની જળ સપાટી 49 ફૂટ પર પહોંચી અને ડેમ પુરે પૂરો ભરાઈ જઈને ઓવેરફલો થવા લાગ્યો છે.

મચ્છુ 1 ડેમ ઓવરફલો થતા ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે ઉલ્લેખનીય છે કે મચ્છુ 1 ડેમ માંથી વાંકાનેર તાલુકાના ટંકારા તાલુકાના અને મોરબી તાલુકાના કેટલાક ગામોમાં કેનાલ દ્વારા ખેતી માં પાણી આપવામાં આવે છે આ ઉપરાંત વાંકાનેર શહેર અને કુવાડવાના 42 ગામોને મચ્છુ-૧ માંથી પીવાનું પાણી આપવામાં આવે છે.

ચેતવણી :-

મચ્છુ 1 ડેમથી નીચવાસના ગામો જાલસીકા, મહીકા, ગારીયા, પાજ, રસીક્ગઢ, લુણસરીયા, કેરાળા, ચંદ્રપુર, વાંકાનેર શહેર, પંચાસર, રાતીદેવળી, વાંકીયા, રાણેકપર અને પંચાસીયા ગામના લોકોએ નદીમાં અવરજવર કરવી નહીં. કેમકે વાંકાનેર તાલુકામાં અને મચ્છુ ડેમ થી ઉપરવાસના કુવાડવા પંથકમાં વરસાદ વધુ હોવાના કારણે નદીમાં ગમે ત્યારે વધુ પાણી પુર આવવાની શક્યતાઓ છે….

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનની પ્લે સ્ટોરમાંથી મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો..

આ સમાચારને વધુમાં વધુ શેર કરો ...

આ સમાચારને શેર કરો