Placeholder canvas

વડોદરાની ઓકસીજન સીલીન્ડર ફેકટરીમાં બ્લાસ્ટ: પાંચના મોત

વડોદરામાં ઔદ્યોગીક ઝોન તરીકે ઓળખાતા પાદરામાં આવેલી એક ઓકસીજન સીલીન્ડર બનાવતી કંપનીમાં બ્લાસ્ટ થતા ઓછામાં ઓછા પાંચ કામદારોના મોત થયા છે અને અનેકને ઈજા થઈ હતી. આ બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે આસપાસના વિસ્તારોમાં પણ ધ્રુજારી થઈ હતી અને ફેકટરીના અનેક વિસ્તારોમાં પણ નુકશાન થયું છે.

પ્રાથમીક માહિતી મુજબ આ બ્લાસ્ટ સવારે 11 વાગ્યાના આસપાસ થયુ હતું. એઈમ્સ ઓકસીજન નામની આ કંપની ઓકસીજન સીલીન્ડર બનાવવાની કામગીરી કરે છે અને આજે સવારે સીલીન્ડર ફીલીંગ યુનીટમાં ઈલેકટ્રીક સ્પાર્ક થવાના કારણે આ વિસ્ફોટ થયો હોવાનું મનાય છે. અહી એકી સાથે 10થી12 લોકો કામ કરતા હતા. જેમાંથી પાંચ લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે જયારે બાકીનાને ગંભીર ઈજા સાથે નજીકની હોસ્પીટલમાં સારવાર માટે ખસેડાયા છે. જયાં તેમની હાલત ગંભીર હોવાનું જણાય છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મૃત્યુ આંક ઉંચો જઈ શકે છે. પોલીસ તથા ફાયરબ્રિગેડના લોકો અહી પહોંચી ગયા છે અને ફોરન્સીક ટીમ પણ પહોંચી છે તથા ફેકટરીમાંથી ઓકસીજન સીલીન્ડર સહિતના જવલનશીલ સીલીન્ડરને દૂર કરાયા છે.

આ સમાચારને શેર કરો