Placeholder canvas

નેશનલ હાઈ-વે પર અકસ્માતો અટકાવવા ‘બ્લેકસ્પોટ’ દૂર કરાશે

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય રાજમાર્ગોના બ્લેક સ્પોટ (સૌથી વધુ દૂર્ઘટના જ્યાં બને છે તે સ્થળ) પર થનારા મોતને અટકાવવા માટે નિયમો જાહેર કર્યા છે. રાજમાર્ગો પર બ્લેક સ્પોટની ઓળખ, તેમાં સુધારા કરવા તેમજ નજર રાખવા ઉપરાંત ટૂંકા-લાંબા ગાળાની યોજના માટે કેન્દ્ર સરકારે પહેલી વખત માપદંડ તૈયાર કર્યા છે. આ માપદંડની યાત્રિકોની જિંદગીઓ હોમી રહેલા બ્લેકસ્પોટને રાષ્ટ્રીય રાજમાર્ગો પરથી તબક્કાવાર રીતે હટાવી શકાશે. બ્લેકસ્પોટ ઉપર ઓનલાઈન નજર રાખવા માટે નવું પોર્ટલ બનાવવામાં આવી રહ્યું છે.

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 9 નવેમ્બરે તમામ રાજ્યોને રાષ્ટ્રીય રાજમાર્ગના બ્લેકસ્પોટની ઓળખ, સુધારા, નજર રાખવા સંબંધી નિયમો જાહેર કરી દીધા છે જેમાં ઉલ્લેખ છે કે રાજમાર્ગ પરિયોજનાઓના તમામ સ્તરે સડક સુરક્ષા ઓડિટની વ્યવસ્થા થવા છતાં અનેક કારણોથી રાજમાર્ગો પર સૌથી વધુ દૂર્ઘટનાસ્થળ ઉભા થઈ રહ્યા છે. એજન્સીઓએ તેની ભાળ મેળવવા, પ્રાથમિકતા પર સુધારો કરવા માટે બ્લેકસ્પોટ પ્રોટોકોલનું અનુસરણ કરવું જ પડશે.

બ્લેકસ્પોટ શું છે ?
કોઈ રાષ્ટ્રીય રાજમાર્ગ ઉપર 500 મીટરના વિસ્તારમાં ત્રણ વર્ષમાં પાંચ દૂર્ઘટનાને કારણે મૃત્યુ-ગંભીર રીતે ઘાયલ થવાની ઘટના અથવા દૂર્ઘટનામાં 10 મોત થાય તો તે સ્થળને બ્લેકસ્પોટ જાહેર કરવામાં આવે છે. રાજમાર્ગોના વિકાસ અથવા નવા રાજમાર્ગ બનવા પર બ્લેકસ્પોટ બની જાય છે.

આ સમાચારને શેર કરો