Placeholder canvas

લ્યો બોલો: લૂંગી અને ટોપી પહેરી ટ્રેન પર પથ્થરમારો કરનારા ભાજપના કાર્યકર્તા નીકળ્યા..!!

હજુ થોડા સમય પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુમકામાં યોજાયેલી પોતાની રેલીમાં ભાષણ આપતા કહ્યું હતું કે, નાગરિકતા સંશોધન કાનૂનનો વિરોધ કરનારાઓને તેમના કપડાંથી જ ઓળખી શકાય છે. અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં પણ એવું જ થઈ ગયું. 6 લોકો લૂંગી અને ટોપી પહેરીને ટ્રેન પર પત્થરમારો કરી રહ્યા હતા. પોલીસે તેમની ધરપકડ કરી તો ખ્યાલ આવ્યો કે આ તો ભાજપના કાર્યકર્તાઓ છે.

આ અંગે મુર્શિદાબાદના પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અહીંના રાધામાધાબ્તાલા ગામડામાં 6 લોકો ટ્રેન પર પથ્થર મારતા પકડાયા છે. આ લોકો સિઆલ્દાહ-લાલગોલા લાઈન પર આવેલ ટ્રાયલ એન્જીન પર પથ્થરો ફેંકી રહ્યા હતા. પોલીસે કહ્યું કે, તેમાંથી 21 વર્ષની વયનો અભિષેક સરકાર એ ભાજપનો લોકલ કાર્યકર્તા છે.

પોલીસ અધિકારી મુકેશે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, પકડાયા બાદ આ લોકોએ કહ્યું કે તે લોકો પોતાની યુટ્યૂબ ચેનલ માટે વીડિયો શૂટ કરી રહ્યાં હતા. પણ જ્યારે તેમની વીડિયો ચેનલ માટે પ્રૂફ માગવામાં આવ્યું ત્યારે તેઓ કોઈ જવાબ ન આપી શક્યા.

ગામડાંના લોકોએ પણ એ વાતનો સ્વીકાર કર્યો હતો કે, અભિષેક ભાજપની ઘણી રેલીઓમાં જોવા મળ્યો હતો. આ સાથે જ ગામના એક સ્થાનિકે કહ્યું છે કે, અમે આ લોકોને રેલ્વે લાઈનની નજીક કપડાં બદલતા જોયા ત્યારે જ શંકા ઉપજી હતી.

પોલીસે આ અંગે વધુ માહિતી આપી છે કે, બનાવના સ્થળે 7 જેટલા લોકો હતા. ગામના લોકોએ પકડવાની કોશિષ કરી પણ એક વ્યક્તિ ભાગી ગયો. સ્થાનિક ભાજપે પણ સ્વીકાર કર્યો છે કે અભિષેક તેમનો સદસ્ય છે. જો કે ભાજપના જિલ્લા પ્રમુખ ગૌરી શંકર ઘોષે એ વાત પરથી સ્પષ્ટ ઈન્કાર કર્યો છે અને કહ્યું છે કે, આવી કોઈ ઘટના અંગે અમે જાણતા નથી.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/FhWQhEgwM79JCLkxAayZB3

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો