Placeholder canvas

વાંકાનેર: બિન સચિવાલયની પરીક્ષામા થયેલ ગેરરીતી માટે પરીક્ષાર્થીઓએ મામલતદારને આવેદન આપ્યું

વાંકાનેર તાજેતરમાં સચિવાલય ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી જે પરીક્ષામાં ગેરરીતિ થયાના સમાચાર બહાર આવ્યા છે. તેમને લઈને વાંકાનેરમાં આ પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓએ રેલી કાઢીને વાંકાનેર મામલતદાર ને આવેદન આપ્યું હતું.

બિન સચિવાલયની પરીક્ષામાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખૂબ ગેરરીતિ થઇ હોવાના અહેવાલો બહાર આવ્યા છે. પરીક્ષાખંડમાં જ્યારે પેપર લાવવામાં આવ્યા ત્યારે કવરનું સીલ ટુટેલુ હતા તેમજ પરીક્ષાનો ટાઇમ પૂર્ણ થઇ ગયા પછી પણ કેટલાક વિદ્યાર્થીઓ પેપર લખી રહ્યાં હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

આ ગેરરીતી થવાના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને અન્યાય થઇ શકે છે અને ગેરરીતિ આચરીને જે વ્યક્તિ લાયક નથી તેવા લોકો આ પરીક્ષા પાસ કરી જશે. આકૃત્યને વિદ્યાર્થીઓ વખોડીને આમની તપાસ કરી યોગ્ય નિર્ણય કરે, દોષિતોને સજા કરે તેમજ વિદ્યાર્થી અને ખાસ કરીને પરીક્ષાર્થીઓ ના વિશાળ હિતને ધ્યાનમાં રાખી આ પરીક્ષા ફરીથી લેવામાં આવે અને ભવિષ્યમાં આવી ગેરરીતિ ન થાય તે માટેના પગલાં લે તેવી મામલતદાર ના માધ્યમથી સરકારમાં રજૂઆત કરી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો