Placeholder canvas

આજથી ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા શરૂ, 17.53 લાખ વિદ્યાર્થીઓ આપશે Exam

આ વર્ષે શિક્ષણ વિભાગે કડક નિયમ બનાવ્યા – પરીક્ષા કેન્દ્રો પર વર્ગખંડ બહાર જ વિદ્યાર્થીઓએ પોતાના બૂટ, ચપ્પલ અને મોજા રાખવા પડશે.

ગાંધીનગર: આજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની વાર્ષિક પરીક્ષા શરુ થનાર છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલથી રાજ્યમાં કુલ 17.53 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 10માં કુલ 10.83 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 1.43 લાખ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5. 27 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ શાંતીપૂર્ણ રીતે પરીક્ષાઓ આપી શકે તે માટે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. જે સ્કૂલોમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે ત્યાં વર્ગખંડોમાં સીસીટીવીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

આ વર્ષે શિક્ષણ વિભાગે કેવા કડક નિયમ બનાવ્યા

  • પરીક્ષા exam દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે શિક્ષણ તંત્રએ કેટલાક કડક નિયમો પણ બનાવ્યા છે.
  • પરીક્ષા કેન્દ્રો પર વર્ગખંડ બહાર જ વિદ્યાર્થીઓએ પોતાના બૂટ, ચપ્પલ અને મોજા રાખવા પડશે.
  • એટલે કે આ તમામ ચીજવસ્તુઓ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં લઈ જઈ નહી શકે.
  • પરીક્ષા સાથે સંકળાયેલા પરીક્ષા નિરિક્ષક કે શિક્ષક પણ પરીક્ષા ખંડમાં મોબાઈલ લઈ પ્રવેશ કરી શકશે નહીં

તમને જણાવી દઈએ કે, જેલનાં કેદીઓ પણ પરીક્ષા આપવાનાં છે. જેમાં 125 કેદીઓ ધોરણ 10ની પરીક્ષા આપશે, તો 50 કેદીઓ ધોરણ 12ની પરીક્ષા આપશે.

આ સમાચારને શેર કરો