Placeholder canvas

ગરમીમાં શેકાવા થઈ જાજો તૈયાર: રાજ્યમાં આ વર્ષે ઉનાળો રેકોર્ડ તોડશે..!🌞

ભારતીય મોસમ વિભાગે ચાલુ વર્ષના ઉનાળાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યુ છે. મોસમ વિભાગ ઉનાળો ચાલુ થાય તે પહેલામ તેનો અભ્યાસ કરી લે છે જેમાં તાપમાન,પવનની દિશા,સમુદ્રનું તાપમાન ઉપર અભ્યાસ કર્યા બાદ અનુમાન લગાવવામાં આવે છે કે શિયાળો,ઉનાળો કે ચોમાસુ કેવુ રહેશે.ત્યારે શિયાળા બાદ હવે ઉનાળો કેવો રહેશે તેનુ પૂર્વાનુમાન જાહેર કર્યુ છે.

હવામાન વિભાગે ભારતમાં માર્ચથી મે સુધી તાપમાન કેવુ રહેશે તેનુ અનુમાન જાહેર કર્યુ છે.ભારતમાં ચાલુ વર્ષનો ઉનાળા વધુ આકરો રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ તાપમાન સામાન્ય કરતા અડધો થી એક ડિગ્રી તાપમાન ઉંચુ રહેશે.અને હિટવેવની ફિકવન્સીનુ પ્રમાણ પણ વધશે.એટલે કે જે રાજ્યો ઉનાળામાં ગરમ રહે છે તે વધુ ગરમ રહેશે. તો ગુજરાત,રાજસ્થાન,મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર સહિતના રાજ્યમાં આકરી ગરમી પડશે.અને એપ્રિલ મહિનામાં તો હાથ દઝાડી દે તેવી ગરમીનો અહેસાસ થશે.

ગ્લોબવ વોર્મિંગની અસર ઋતુઓ પર થઈરહી છે.અને વધુ અસર તો ઉનાળામા અનુભવા છે.કારણ કે હવામાં રહેલુ પદુષણ સુર્યના કિરણોથી તપી જાય છે.ત્યાર બાદ ઝડપથી ઠંડુ થતુ નથી.જેના કારણે ગરમીનો અહેસસ વધુ થાય છે.તો બીજુ કારણ કે જે રીતે સીમેન્ટના જંગલો વધી રહ્યા છે.અને વૃક્ષોનુ નિકદન નિકળી રહ્યુ છે.જેથી ગરમીનુ પ્રમાણ વધી ગયુ છે.

જોકે ગ્લોબવ વોર્મિગની અસર જમીન પર જોવા મળી રહી હતી.પરંતુ 2019થી તો સમુદ્રમાં પણ અસર જોવા મળી રહી છે.અને અરબી સમુદ્ર વધુ એકટીવ બન્યો છે.ત્યારે વારંવાર સિસ્ટમ બની રહી છે.અને વાતાવરણમાં પલટો આવે છે.ચક્રવાતો ઉત્પન થય રહ્યા છે.એક દિવસમાં બે ઋતુઓનો અહેસાસ થાય છે.વારંવાર વાતાવરણના પલટાના કારણે કૃષિ ઉપર અસર થય રહી છે.

આ સમાચારને શેર કરો