Placeholder canvas

જૂનાગઢથી આવ્યા માઠા સમાચાર: બર્ડફ્લૂનો પહેલો કિસ્સો નોંધાતા ફફડાટ

ગુજરાતમાં બર્ડફ્લૂની એન્ટ્રી થઈ ચુકી છે. માંગરોળમાં પહેલો બર્ડફ્લૂનો કિસ્સો સામે આવતા જ જૂનાગઢ કલેક્ટરે કેટલાક પ્રતિબંધ લાદી દીધા છે.

રાજ્યનો પ્રથમ કિસ્સો સામે આવ્યો:-. માણાવદર તાલુકાના બાંટવા ખારો ડેમ પાસેથી ગત 5 જાન્યુઆરીએ 53 પક્ષીઓનાં મૃતદેહ મળી આવ્યા હતા. જે પૈકી એક ટિટોડીનું મોત બર્ડ ફ્લૂથી થયાનો રિપોર્ટ આવ્યો છે. બર્ડ ફ્લૂથી પક્ષીનું મોત થયાનો આ રાજ્યનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે.

જૂનાગઢમાં પ્રતિબંધ:-. ગુજરાતમાં બર્ડ ફ્લૂનો પ્રથમ કેસ માણાવદરમાં નોંધાયો છે. જેને પગલે જૂનાગઢ જિલ્લા કલેક્ટરે જાહેરનામું  બહાર પાડ્યું છે અને બાટવા ખારા ડેમ નજીક જવા પર પ્રતિબંધ  લગાવ્યો છે. એક કિમી આસપાસના વિસ્તારમાં જવા પર  પ્રતિબંધ લાદી દીધો છે. 

મરઘાની હેરાફેરી પર પણ પ્રતિબંધ લગાવાયો:-. પક્ષીઓની આંખ લાલ થઇ જવાના લક્ષણો જોવા મળ્યા હતા. માણસોને પણ ચેપ લાગવાનો ભય રહેલો છે જેને કારણે મરઘા ઉછેર કેન્દ્રમાં થતી પ્રવૃતિઓ પર પ્રતિબંધ મુકાયો છે. 
ઇંડાનું વેચાણ, મરઘાં કાપવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. એટલું જ નહીં પણ મરઘાની હેરાફેરી પર પણ પ્રતિબંધ લગાવાયો છે. 

માનવી માટે ખતરનાક 

બર્ડફલૂ એ વાયરલ ઇન્ફેક્શન જેવું છે જે માત્ર પક્ષીઓ માટે જ નહીં પણ અન્ય પ્રાણીઓ અને માણસો માટે પણ એટલું જ જોખમી છે. બર્ડ ફ્લૂથી સંક્રમિત પક્ષીઓના સંપર્કમાં આવતા પ્રાણીઓ અને માણસો તેનાથી સરળતાથી સંક્રમિત થઈ જાય છે. આ વાયરસ એટલો ખતરનાક છે કે તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.

શેનાથી ફેલાય છે ? 

એવિયન ઈન્ફ્લૂએન્જા -H5N1 વાયરસ બર્ડ ફ્લૂના નામથી જાણીતો છે. આ ખતરનાક વાયરસ પક્ષીઓને અધિક પ્રભાવિત કરે છે. ખાસ કરીને મરઘાં-મરઘીઓ અને અન્ય પક્ષીઓ તેનો શિકાર ઝડપથી બને છે. તેની અસરથી પક્ષીઓ અને માણસો મોતને ભેટી શકે છે. WHOના આંકડા અનુસાર 2003 પછી બર્ડ ફ્લૂની બિમારીથી 332 લોકોના મોત નીપજ્યા છે. તો WHO ના એક રિસર્ચ અનુસાર H5N1 વાયરસ પર જો કાબૂ ન કરી શકાય તો ભયંકર રોગચાળો ફેલાઈ શકે છે.

બર્ડ ફ્લૂના લક્ષણો 

  •  હંમેશા કફ રહેવા 
  • નાકમાંથી પાણી નીકળવું 
  • સતત માથાનો દુખાવો રહેવા 
  • ગળામાં સોજો 
  • સાંધામાં દુખાવો 
  • જાડા-ઉલ્ટી પેટમાં દુખાવો 
  • પેટથી નીચેના ભાગમાં દુખાવો 
  • શ્વાસ લેવામાં તકલીફ 

હંમેશા કફ રહેવો નાકમાંથી પાણી નીકળવું સતત માથાનો દુખાવો રહેવો ગળામાં સોજો સાંધામાં દુખાવો જાડા-ઉલ્ટી પેટમાં દુખાવો પેટથી નીચેના ભાગમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ શ્વાસ લેવામાં તકલીફ નિમોનિયા થવો. આ પ્રકારના લક્ષણો હોય તો બર્ડ ફ્લૂ થાય છે. સંક્રમિત મરઘાઓ કે અન્ય પક્ષીઓની વધારે નજીક રહેવાથી બર્ડ ફ્લૂ ફેલાય છે..પછી એ જીવતા હોય કે મરેલા..માણસોમાં આ વાયરસ આંકો મોં કે નાક દ્વારા ફેલાય છે. એ સિવાય મરઘા કે પક્ષીઓની સફાઈ કરવાથી ફેલાય છે.
હજી સુધી એ નક્કી નથી થઈ શક્યુ કે નોનવેજ ફૂડથી પણ વાયરસ ફેલાય છે કે નહીં. એટલું ચોક્કસ છે કે બર્ડ ફ્લૂની યોગ્ય સારવાર કરવામાં ન આવે તો મોત નીપજી શકે છે. બહાર નીકળો તો માસ્ક પહેરીને નીકળવું. વાયરસને ઓછો કરવા સંપૂર્ણ આરામ કરવો. હેલ્ધી ડાયટ લેવું જેમાં વધારે પ્રવાહી લેવું. અન્ય લોકોમાં વાયરસ ફેલાય નહીં એ માટે દર્દીને એકાંતમાં રાખવો. તેનો ઈલાજ એન્ટી વાયરલ ડ્રગ ઓસેલ્ટામિવિર અને જાનામિવિરથી કરવામાં આવે છે. 

ચિંતાનો વિષય 

ભારતમાં 5 ડિસેમ્બર 2016થી એવિયન ઈન્ફ્લૂએન્જા -H5N1 વાયરસથી મુક્ત જાહેર કરવામાં આવ્યો છે અને તેની જાણકારી વિશ્વ પશુ સ્વાસ્થ્ય સંગઠનને પણ કરવામાં આવી છે. દેશના કેટલાક રાજ્યોમાં ફરી એકવાર ફરીથી H5N1 વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય છે. 

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો