Placeholder canvas

સૌરાષ્ટ્ર યુનિ.ની બી.એ., બી.કોમ. સહિતની સેમ.-6ની પરીક્ષાના પરિણામ 30 મે સુધીમાં

સૌરાષ્ટ્ર યુનિ. દ્વારા રાજકોટ ઉપરાંત જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર એમ ચાર જિલ્લા મથકો પર ઝડપભેર પેપરોની તપાસણી હાથ ધરવામા આવી છે.જે હવે પૂર્ણતાને આરે પહોંચી જવા પામી છે જેથી ચાલુ માસના અંત સુધીમાં પરીક્ષા વિભાગ દ્વારા સેમે.-6ની મોટાભાગની પરીક્ષાઓના પરિણામ જાહેર કરી દેવામા આવનાર છે.

રાજકોટ બહાર જામનગર, મોરબી અને સુરેન્દ્રનગર ખાતે તપાસણી થયેલા પેપરો સૌરાષ્ટ્ર યુનિ. ખાસ ગાડી મોકલી આગામી બુધવારે મંગાવી લેનાર છે તેમજ બી.કોમ. સેમે.-6ના પેપરોની તપાસણી પણ ગઈકાલથી શરૂ કરી દેવામા આવી છે. યુનિ.ના પરીક્ષા વિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે સેમ.-6ના બી.એસ.સી. સહિતના જે વિદ્યાર્થીઓના પ્રેકટીકલ, થીયરી બાકી છે તે સિવાયની મોટાભાગની સેમ.-6ની પરીક્ષાના પરિણામ તા.30 સુધીમાં જાહેર કરી દેવાશે.

અહીં એ પણ ઉલ્લેખનીય છે કે યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ ઘેર બેઠા ઓનલાઈન ઉતરવહીઓના પુન: મૂલ્યાંકન કરાવી શકે તે માટેની સુવિધા ઉપલબ્ધ કરવામા આવી છે. યુનિ.ના પરીક્ષા વિભાગ દ્વારા જેમ-જેમ પેપરોની તપાસણી પૂરી થાય તેમ તેમ પરિણામ ઝડપભેર જાહેર કરવામા આવનાર છે.

આ સમાચારને શેર કરો