તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર ખાતે ધારાસભ્ય પીરઝાદાના હસ્તે આયુષ્યમાન ગોલ્ડન કાડૅ વિતરણ કરાયુ.

વાંકાનેર: હાલમાં સમગ્ર ભારતમાં આયુષ્યમાન ભારત પખવાડિયાની ઉજવણી કરવામા આવી રહી છે. જે અંતર્ગત વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ વિતરણ કરાયું હતુ.

વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસ સ્ટેચ્યુ ખાતે આયુષ્યમાન ગોલ્ડન કાર્ડ નું વિતરણ ધારાસભ્ય પિરઝાદાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સમયે વાંકાનેર તાલુકા હેલ્થ ઓફિસર ડો. એમ. એ. શેરસિયાએ કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેના ફાયદા વિશે માહિતી આપી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન માથકીયા ભાઇએ કર્યું હતું.

આ સમાચારને શેર કરો
  • 26
  •  
  •  
  •  
  •  
  •  
    26
    Shares