Placeholder canvas

વાંકાનેર: RTI એકટીવિસ્ટ ઉપર ખુની હુમલો: 2 સામે ફરિયાદ

સરપંચની હોટલ તથા તેમણે કરેલા વિકાસ કામોની માહિતી માંગતા આ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરના ઢુંવા ગામે આર.ટી.આઇ એકટીવિસ્ટ ઉપર બે શખ્સોએ ખુની હુમલો કર્યો છે. જેમાં સરપંચની હોટલ તથા તેમણે કરેલા વિકાસ કામોની માહિતી માંગતા આ હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. વાંકાનેર તાલુકા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી મળેલ માહિતી મુજબ વાંકાનેરના જુના ઢુંવા ગામે રહીને સીરામીકમાં છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચાલવતા આર.ટી.આઇ. એકટીવિસ્ટ રમેશભાઈ મનજીભાઈ મકવાણા ઉ.વ.48 એ ગામમાં રહેતાં મહાવીર ગભીરસિંહ અસ્વાર અને મયુર ઉર્ફે મયલો હરેશભાઇ અસ્વાર સામે વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી કે ફરિયાદી અગાઉ સરપંચને હોટલ હોય અને તેમણે ગામમાં કરેલા વિકાસ કામોની માહિતી માહિતી અધિનિયમ હેઠળ માંગી હતી.

ઍ દરમિયાન ફરિયાદી તેમના ગામના રેલ્વે સ્ટેશનેથી ઘર તરફ જઈ રહ્યા હતા. તે સમયે આ બન્ને શખ્સો ત્યાં આવી તે સરપંચ વિરુદ્ધ કેમ ફરિયાદ કરી તેમ કહીને ફરિયાદી ઉપર બન્ને શખ્સોએ છરીથી હુમલો કરી ગાળો આપી અને ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી બાદ આ હુમલામાં ધવાયેલા ફરિયાદીને હોસ્પિટલમાં ખસેડાયા બાદ આ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો