Placeholder canvas

ગુજરાતમાં બાળ મૃત્યુ વિશે સવાલ પૂછાતાં જ CM રૂપાણીએ મૌન ધારણ કરીને ચાલતી પક્કડી..!

પત્રકારોએ પૂછ્યું ‘રાજ્યના રાજકોટ અને અમદાવાદમાં પણ બાળ મૃત્યુ….’ મુખ્યમંત્રી સવાલ પૂરો થાય એ પહેલાં જ પ્રેસ સાથેનો વાર્તાલાપ પડતો મૂકી નીકળી ગયા….

આજે રાજ્યના સાંસ્કૃતિક પાટનગર વડોદરામાં યોજાયેલી મેરેથોનના ઉદ્ઘઘાટનમાં ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રીએ બાળ મૃત્યના સવાલનો જવાબ આપવાનો ટાળ્યો હતો. અમદાવાદ સિવિલ અને રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા મહિનાનાં બાળ મૃત્યુદરનાં આંકડા સામે આવતા હોબાળો મચી રહ્યો છે. ત્યારે આ અંગે રાજ્યનાં CM રૂપાણીએ કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહતો. એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં છેલ્લા મહિનામાં એટલે ડિસેમ્બર 2019માં 85 નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં છે. જ્યારે રાજકોટમાં એક જ મહિનામાં 134 નવજાત શિશુઓનાં મોત નીપજ્યાં છે. આ મામલે પત્રકારો કઈ પૂછે તે પહેલાં જ મુખ્યમંત્રી નીકળી ગયા હતા…!

વડોદરામાં મેરેથોનનું ઉદ્ધઘાટન કર્યા બાદ પત્રકારોએ જ્યારે મુખ્યમંત્રીને સવાલ પૂછ્યો કે ‘રાજ્યના રાજકોટ અને અમદાવાદમાં પણ બાળ મૃત્યુ….’ મુખ્યમંત્રી સવાલ પૂરો થાય એ પહેલાં જ પ્રેસ સાથેનો વાર્તાલાપ પડતો મૂકી નીકળી ગયા….!!!!!

આ અંગે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, ‘રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નવજાતોનાં મૃત્યુની સંખ્યા વધી છે આ અંગે જાણીને મેં હાલ આખા વર્ષની માહિતી મંગાવી છે. પ્રાથમિક રીતે કહું તો રાજ્યમાં બાળ મૃત્યુદર પ્રતિ 1000 જન્મે 30 જેટલો છે. જ્યારે માતા મૃત્યુદર પ્રતિ એક લાખે 87 જેટલો છે. ગુજરાત સરકારે જે સઘન સુવિધાઓ અને સેવાઓ શરૂ કરી છે તે દ્વારા માતા અને બાળ મૃત્યુદર સરેરાશ ઘટાડો કરવામાં સફળ રહ્યાં છે.’

આજે સામે આવેલા આંકડાની વાત કરીએ તો, વર્ષ 2019માં ડિસેમ્બરમાં અમદાવાદ સિવિલ હૉસ્પિટલમાં 85 નવજાત શિશુઓના મોત નિપજ્યા હતાં. નવેમ્બરમાં 74 અને ઓકટોબરમાં 94 બાળકોનાં મૃત્યુ થયા હતાં. ટૂંકમાં છેલ્લા ત્રણ મહિનામાં સિવિલમાં 253 બાળકોએ જીવ ગુમાવ્યાં હતાં.

આ સમાચારને શેર કરો