Placeholder canvas

કપ્તાને વ્યકત કરેલ શક્યતા યથાર્થ… APMC વાંકાનેરના ઉપપ્રમુખ પદે અશ્વિન મેઘાણી.

વાંકાનેર: આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના બીજી ટર્મના ઉપ પ્રમુખ પદે સર્વાનુમતે અશ્વિન મેઘાણીની પસંદગી કરવામાં આવી છે.

વાંકાનેર એપીએમસીના પ્રથમ ટર્મમાં રસુલભાઇ કડીવાર પ્રમુખ અને હરદેવસિંહ જાડેજા ઉપપ્રમુખ તરીકે પસંદ થયા હતા જેમની તાજેતરમાં જ ટર્મ પૂરી થતાં આ પૂર્વે પ્રમુખની પસંદગી 7 ઓગસ્ટના રોજ શકિલ પિરઝાદાની કરવામાં આવી હતી જ્યારે ઉપ પ્રમુખની પસંદગી નવનિયુક્ત પ્રમુખ મિટિંગ બોલાવીને કરવાની હોય છે એ મુજબ આજે એપીએમસીના પ્રમુખ શકિલ પિરઝાદાએ ઉપપ્રમુખની નિમણૂક માટે મિટિંગ બોલાવી હતી જેમાં યાર્ડના બીજી ટર્મના ઉપ પ્રમુખની પસંદગી સર્વાનુમતે અશ્વિન મેઘાણીની કરવામાં આવી છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ પદે ધારાસભ્ય પીરજાદાએ વર્તમાન પ્રમુખને રીપીટ કરવાને બદલે તેમના ભત્રીજા સકીલ પિરઝાદાને જ્યારે ઉપ પ્રમખ પદે કોળી યુવા અગ્રણી અને જિલ્લા પંચાયતના સભય નવઘણ મેઘાણીના પુત્ર અશ્વિન મેઘાણીની પસંદગી કરી, APMCની જવાબદારી સોપીને યુવાનોને નેતૃત્વની તક આપી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે તા.6/8/2019ના રોજ કપ્તાને માર્કેટીંગ યાર્ડના પ્રમુખ અને ઉપપ્રમુખ માટે યુવાનોની પસંદગી થશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી જે આજે યથાર્થ પુરવાર થાય છે. આ કપ્તાનની ઇચ્છા અને શક્યતાને ધારાસભ્ય પીરઝાદાએ સ્વીકારી છે તે માટે તેમનો આભાર. એપીએમસીને યુવા નેતૃત્વ મળ્યું છે. હવે આ બંને યુવાનોએ એપીએમસી ના સભ્યો અને ધારાસભ્યની પસંદગી યોગ્ય પુરવાર કરવાની છે તેમજ વાંકાનેર તાલુકાના ખેડૂતોની અપેક્ષાઓ, ઈચ્છાઓ, આકાશના સંતોષવાની જવાબદારી તેમના શિરે છે.

તા.6/8/2019ના કપ્તાન વેબપોર્ટલમા પ્રસિધ થયેલ ન્યુઝ
આ સંપૂર્ણ ન્યુુઝ વાંચવા માટે નીચેની બ્લુ કલરની ગુજરાતી લિંક પર ક્લિક કરો…

https://kaptaan.co.in/wankaners-marketing-yard-president-tomorrows-election/
આ સમાચારને શેર કરો