Placeholder canvas

ભૂકંપ: આજે સવારે 07:40 વાગ્યે ભૂકંપનો આંચકો આવ્યો

ભૂકંપનો આંચકો ચારથી પાંચ રિ.સ.ની આસપાસનો હોવાનો અંદાજ, આંચકા સાથે અવાજ પણ સાંભળવા મળ્યો. રાજકોટમાં પણ આચકો અનુભવ્યો,લોકો ઘરની બહાર નીકળી ગયા…

સૌરાષ્ટ્રની ધરતી આજે સવારે 7.40 મિનીટે ધ્રૂજી ઉઠી હતી. સૌરાષ્ટ્રભરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ફફડાટને માર્યે લોકો ઘરની બહાર આવી ગયા હતા. 4.8ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી સૌરાષ્ટ્રભરમાં ફફડાટ ફેલાયો છે. રાજકોડ, ગોંડલ, જસદણ, અમરેલી, જુનાગઢ સર્વત્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજકોટથી 22 કિ.મી. દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ…

આજે સવારે 07:40 ભૂકંપનો સારી તીવ્રતાનો આંચકો આવ્યો હતો, આચકાની સાથે અવાજ પણ સંભળાયો હતો આચકાની તીવ્રતા ચારથી પાંચ વચ્ચેની હોવાનો અંદાજ છે. આંચકો વધુ સમય રહ્યો નહોતો.

વાંકાનેર તાલુકાના મોટાભાગના ગામડાઓમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો અને રાજકોટમાં પણ ભૂકંપનો આંચકો અનુભવ્યો ના સમાચાર મળી રહ્યા છે વહેલી સવારે 07:40 વાગ્યે ભુકંપ આવ્યો હોય કેટલાક લોકો તો સૂતા હશે તેમને કદાચ ખ્યાલ પણ નહીં હોય પરંતુ જે લોકો ઊઠી ગયા હતાં તેઓએ આચકો અનુભવતા ઘરમાંથી બહાર દોડી ગયા હતા….

ભૂકંપ આંચકો લાંબો સમય ટક્યો ન હતો પરંતુ તીવ્રતા ચારથી પાંચ હોવાનો અંદાજ છે. હજુ સુધી કોઈ નુકશાન કે જાનહાનિની પણ માહિતી મળી નથી.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો