Placeholder canvas

વાંકાનેરમાં NDRF ટીમનું આગમન: લોકેશનનું નિરીક્ષણ કર્યું

વાંકાનેર આજે સવારના NDRFની ટીમ વાંકાનેરમાં આવી હતી અને નદીના અને બુડાણવાળા કેટલાંક લોકેશનનું સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું. સાથે મામલતદાર કચેરીનો સ્ટાફ જોડાયો હતો.

વર્ષાઋતુમાં વરસાદના કારણે કોઇ દુર્ઘટના સર્જાઈ અથવા તો પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઇ જાય ત્યારે તેમના બચાવવા માટે એનડીઆરએફની ટીમની મહત્ત્વપૂર્ણ કામગીરી હોય છે. જ્યારે જ્યારે જે જિલ્લામાં વરસાદનું પ્રમાણ વધુ હોય અથવા ભારે વરસાદની આગાહી હોય ત્યારે NDRFની ટીમને જે તે જિલ્લામાં મોકલવામાં આવર છે. જેથી કરીને ઘટનાસ્થળે ઝડપથી પહોંચીને બચાવ કાર્ય કરી શકાય…

આજે વાંકાનેરમાં ઇન્સ્પેક્ટર રણજીતસિંહ પટેલના નેતૃત્વમાં 6-NDRF બટાલિયન વડોદરાની ટીમે રાજકોટ મીતાણા રોડ પર તિથવાના બોડ પાસે આસોઈ નદીના પુલ અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ કણકોટ ખાતે અને વાંકાનેર સીટીમાં મિલપ્લોટ પાસેના દેવીપુજક વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ લોકોને કોઈ ઘટના સર્જાય તો એનડીઆરએફની ટીમને કન્ટ્રોલરૂમ દ્રારા તાત્કાલિક જાણ કરવી અને એનડીઆરએફની ટીમ આવે ત્યાં સુધીમાં ઘરગથ્થું સાધનો બનાવીને કઈ રીતે બચાવ કરી શકાય તેમની માહિતી આપી હતી.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D6UaRbZuUwsF3CmCOiUN8w

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો