Placeholder canvas

મોરબી: માસૂમ બાળા ઉપર દુષ્કર્મ આચરનાર નરાધમ ઝબ્બે

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ગત રાત્રે મંદિર પાસે રણતી પાંચ વર્ષની માસૂમ બાળાની એકલતાનો લાભ લઇ પાડોશી શખ્સે મંદિર પાસે અવાવરું સ્થળે લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવની પગલે પોલીસે નરાધમ શખ્સને ઝડપી લીધો હતો. આરોપી નરાધમનો કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ તેની વિધિવત ધરપકડ કરાશે.

આ બનાવની મળેલ માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતી એક પરિવારની પાંચ વર્ષની માસૂમ પુત્રી ગઈકાલે રાત્રે આ વિસ્તારમાં મંદિરમાં પ્રસાદ લેવા ગઈ હતી અને મંદિર પાસે એકલી રમતી હતી. ત્યારે રાત્રીનો અંધકાર હોય કોઈની અવરજવર ન હોય એકલી રમતી બાળાનો હવસનો શિકાર બનાવવા આ વિસ્તારમાં જ રહેતો રવિ પરમસુખ બદેલ નામનો શખ્સ બાળાને લાલચ આપી આ વિસ્તારના નજીકના મંદિર પાસે લઈ જઈને હેવાનીયતભર્યું દુષ્કર્મ આચર્યું હતું. આ દરમ્યાન મંદિરેથી સમયસર પુત્રી ઘરે ન આવતા ચિંતિત થયેલી તેની માતાએ શોધખોળ કરવા નીકળી હતી. ત્યારે પુત્રીને શોધતા શોધતા તેની માતા ઘટનાસ્થળે આવી પહોંચતા નરાધમની પાપલીલાનો ભાંડો ફૂટ્યો હતો. આથી, આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. આ બાળકીને ગંભીર હાલતમાં મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવી હતી.

વોટ્સએપથી પહેલા સમાચાર મેળવવા માટે કપ્તાનની ટેલિગ્રામ ચેનલ જોઈટ કરવા નીચેની લિંક પર ક્લીક કરો…..

https://t.me/kaptaannews

આ સમાચારને શેર કરો