Placeholder canvas

વાંકાનેર: ટોલનાકા પાસેથી બાઇક ચોર પકડાયો

વાંકાનેર : વાંકાનેરના વઘાસિયા ટોલનાકા નજીક સિટી પોલીસની ટીમે જુવાનસિંહ બીજલભાઈ પટેલ ઉ.વ.24 રહે. ગોધરાવાળાને જીજે 03 ઇએસ 2456 નંબરના ચોરાઉ સ્પ્લેન્ડર બાઇક સાથે પકડી પાડયો હતો. પ્રાથમિક તપાસમાં આ શખ્સ અગાઉ ગોધરા એ ડિવિઝન વિસ્તારમાં પણ બાઇક ચોરીના ગુનામાં પકડાયેલ હોવાનું ખુલ્યું છે.

આ કામગીરીમાં વાંકાનેર સિટી પોલીસના હેડ કોન્સ. કિરીટસિંહ ઝાલા, અશ્વિનસિંહ આનંદસિંહ, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. સંજયસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ ઝાલા સહિતના જોડાયા હતા.

આ સમાચારને શેર કરો