વાંકાનેર: વાલાસણમાં ડોકટર ઉપર હુમલો કરનાર બે શખ્સોની પાસા હેઠળ ધરપકડ

વાંકાનેર : મોરબી જિલ્લામાં હાલ અસામાજિક તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ બે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વાંકાનેરના વાલાસણ ગામે ડોકટર ઉપર હુમલો કરનાર બે શખ્સોની વાંકાનેર તાલુકા પોલીસે પાસા હેઠળ ધરપકડ કરીને બન્નેને સુરતના લાજપોરની મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે ડોકટર ઉપર વાલાસણ ગામે જ રહેતા સમીરભાઇ આદમભાઈ દલપૌત્રા અને આદિલ ઉર્ફે સિકંદરભાઈ આદમભાઈ દલપૌત્રાએ હુમલો કર્યાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

આ ઉપરાંત, આ બન્ને શખ્સો મારામારી અને દારુના ગુન્હામાં સંડોવાયેલા હોવાથી વાંકાનેર તાલુકા પોલીસે આ બન્ને અસામાજિક તત્વોની પાસા હેઠળ ધરપકડ કરવાની મોરબી જિલ્લા કલેકટર સમક્ષ દરખાસ્ત કરી હતી. જેથી, મોરબી જિલ્લા કલેકટર પાસાના વોરંટ ઇસ્યુ કરતા વાંકાનેર પોલીસે આ બન્ને શખ્સોની પાસા હેઠળ ધરપકડ કરીને સુરતના લાજપોરની મધ્યસ્થ જેલમાં મોકલવાની તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો
  • 107
  •  
  •  
  •  
  •  
  •  
    107
    Shares