Placeholder canvas

રાજકોટમાં બાળકી પર દુષ્કર્મ કરનારની ગુન્હાની કાબુલાત

તે રાત્રે વધુ પ્રમાણમાં દેશી દારૂ પીવાથી હું હોશમાં ન હતો એટલે આવું કૃત્ય કર્યું.

રાજકોટ શહેરનાં 80 ફૂટ રોડ ઉપર બાબરાના શ્રમિક પરિવારની 8 વર્ષની દીકરીનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. જેના 24 કલાકમાં જ રાજકોટ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે સીસીટીવીની મદદથી આરોપી હરદેવ માંગરોળીયાને ઝડપી પાડ્યો છે. આ આરોપી રાજકોટનો જ રહેવાસી છે. રાજકોટ પોલીસે આઇ.પી.સી. કલમ 363 ,366 , 376(એ)(બી) , 506(2) પોકસો કલમ 4 ,6 અને જી.પી.એક્ટ 135(1) મુજબ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે રાજકોટ પોલીસે આરોપી અંગે જણાવતા કહ્યું કે, ‘આ આરોપીનું નામ હરદેવ માંગરોળીયા છે. તે રાજકોટનો જ રહેવાસી છે. તે તેના ભાઇ ભાભી સાથે રહે છે. તે રાજકોટની જ એક ફેક્ટરીમાં મજૂરી કામ કરે છે.’

આ આરોપી હરદેવે દેશી દારૂ અને ચરસનું સેવન કર્યું હતું. આરોપીએ કબૂલાત કરતા કહ્યું કે, તે રાતે મેં વધારે દારૂનું સેવન કર્યું હતું. એટલે હું હોશમાં ન હતો એટલે આવું કૃત્ય કર્યું. આરોપીએ એ પણ કબૂલાત કરી કે તે તેના મિત્ર સાથે મળીને અનેકવાર પૂલિયાની નીચે બેસીને દારૂ પીતા હતા. એટલે મને તે જગ્યાની જાણ હતી. આ આરોપી રોજ 50થી 60 કિલોનું વજન ઊંચકવાનું કામ કરતો હતો જેના કારણે તેને બાળકીને ઊંચકવામાં મુશ્કેલી પડી નહીં. આ કેસમાં સફળતા મેળવવામાં ફોરેન્સિક અને ડોગ સ્કોવર્ડની પણ મદદલેવામાં આવી હતી. આરોપીનાં શર્ટ પરથી લોહીનાં ડાઘા મળી આવ્યાં હતાં. તેની પણ એફએસએલમાં તપાસ હાથ ધરાશે.

આ કેસમાં દેશી દારૂનું સેવન જવાબદાર હોવાને કારણે, આવતા સપ્તાહમાં શહેરમાં સ્પેશિઅલ ડ્રાઇવ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પેટ્રોલિંગ પીસીઆર બે શિફ્ટમાં રાખવામાં આવશે. પીસીઆરમાં કામ કરતાં કર્મચારીઓને અન્ય કોઇપણ જવાબદારી સોંપવામાં આવશે નહીં. જેથી આ લોકો વધારે સારી રીતે કામ કરી શકે અને આવા જધન્ય કૃત્ય ફરી ન થાય.

આ સમાચારને શેર કરો