Placeholder canvas

વાંકાનેર: અરણીટીંબા ગામે બે પડોશીઓ વચ્ચે બઘડાટી:સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામે શેઢાની તકરારમાં બે પડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી બાદમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ મારામારીના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આહમદભાઇ અમીભાઇ શેરસીયા જાતે મોમીન ઉ.વ. ૫૫ રહે. અરણીટીંબા ,વાંકાનેર વાળાએ ઇન્દ્રીશભાઇ અલીભાઇ આહમદભાઇ કડીવાર ઉ.વ. ૪૮ ,નાસીરભાઇ ઇન્દ્રીશભાઇ કડીવાર ઉ.વ. ૨૪ ,તાહીરભાઇ ઇન્દ્રીશભાઇ કડીવાર ઉ.વ. ૨૨ રહે. ત્રણેય અરણીટીંબા સામે ફરિયાદ નોંધાવી હતી કે ,તા.૭ ના રોજ ફરીયાદી તથા આરોપીઓને જમીન અંગે જુનુ મનદુખ હોય દરમ્યાન મોબાઇલ ફોનના વિડીયોમાં સરકારની યોજનાનો લાભ ગામના સરપંચ સારા હોય તોજ મળી શકે જે ઉપર ફરીયાદીના દિકરાએ ગામના સરપંચને હરાવવા જોઇએ તેમ કહેતા સામાવાળા ને સારૂ નહિ લાગતા ફરીયાદીની ડેલી પાસે આવી ગાળો બોલી ડેલીપર લાકડી પછાડી જપાજપીમાં સાહેદ તૈયબાબેનને સામાન્ય ઇજા થતા અને આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે સમાપક્ષે તાહીરભાઇ ઇન્દ્રીશભાઇ કડીવાર ઉ.વ. ૨૨ રહે. અરણીટીંબા ,વાંકાનેર વાળાએ આહમદભાઇ અમીભાઇ શેરસીયા ઉ.વ. ૫૫ , મોહમદ જુનેદભાઇ આહમદભાઇ શેરસીયા ઉ.વ. ૪૨ સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે , ફરીયાદીના દાદાની જમીન વર્ષો પહેલા આરોપીએ ખરીદેલ અને સામાવાળાને શેઢા બાબતે શેઢા પાડોશી સાથે તકરાર ચાલતી હોય સરકારની યોજનાનો લાભ નહી અપાવતા જે બાબતે ઠપકો દેવા જતા આરોપીઓએ ઝધડો કરી ગાળો બોલી છરીઓ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવ મામલે સઘન તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો