Placeholder canvas

મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્રમાં હથિયાર સપ્લાયનું રેકેટ : ખાનગી બસમાં પોલીસનો દરોડો

પાંચ પિસ્તોલ, 40 જીવતા કારતુસ તથા બે ખાલી મેંગઝીન કબ્જે : એમ.પીના સપ્લાયરે હથિયારો ચોટીલા ડિલિવરી કરવાના હતા.

રાજકોટ : મધ્ય પ્રદેશથી ગોંડલ આવતી ખાનગી બસમાં પોલીસે દરોડો સૌરાષ્ટ્રમાં હથિયારો વેચવા આવેલા શખ્સને પોલીસે પકડી લઇ પાંચ પિસ્તોલ, 40 જીવતા કારતુસ તથા બે ખાલી મેંગઝીન કબ્જે કર્યા છે. આ હથિયારો લઈને ચોટીલા ખાતે ડીલેવરી કરવા આવેલા શખ્સની પૂછપરછ કરી સૌરાષ્ટ્રમાં હથિયારના સોદાગર સુધી પહોંચવા પોલીસે તપાસ શરૂ કરી છે.

મધ્યપ્રદેશમાંથી સૌરાષ્ટમાં ગેરકાયદેસર હથીયારોનો જથ્થો લઈ હથિયારનો સપ્લાયર ડીલેવરી આપવા માટે આવવાનો હોવાની બાતમીના આધારે અમદાવાદ પોલીસની ટિમ વોચમાં હતી. મધ્યપ્રદેશના કરોલીથી ગોંડલ જતી અમરદી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરનાર શકમંદ જીતેન્દ્ર ભેવર (ઉવ21) મળી આવ્યો હતો.તેની બેગમાં તપાસ કરતા પાંચ પિસ્તોલ, 40 જીવતા કારતુસ તથા 2 ખાલી મેંગઝીન મળી આવ્યા હતા.

પોલીસે જીતેન્દ્રની ધરપકડ કરીને હથિયાર સહીત કુલ રૂ.59 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જીતેન્દ્ર ભેવર પુછપરછમાં આ હથિયારો મધ્યપ્રદેશના ત્રીલોક ડાંગીએ સૌરાષ્ટ્રમાં સપ્લાયર કરવા આપ્યા હતા. ચોટીલા ખાતે માતાજીના મંદિરે ઉતરીને ત્યાં હથિયારો ખરીદનાર ડિલિવરી લેવા માટે મોકલે તેને આપી દેવાનું જણાવ્યું હતું .પકડાયેલા જીતેન્દ્ર અગાઉ કેટલી વાર હથિયારની સપ્લાય ક્યાં ક્યાં અને કોને કોને હથિયાર કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ રેન્જ આઇ.જી. વી.ચંદ્રશેખર તેમજ જિલ્લા પોલીસ વડા વિરેન્દ્રસિંહ યાદવ, ડીવાયએસપી રીનાબેન રાઠવાની સુચના અને માર્ગદર્શન હેઠળ બાવળા પોલીસ મથકના પી.આઇ. આર.ડી.સગર, પી.એસ.આઇ. એમ.એચ.ઝાલા સાથે સ્ટાફના અશોકસિંહ, મેરૂભા અને દશરથસિંહ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.

આ સમાચારને શેર કરો