Placeholder canvas

રાજ્યમાં આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વેચવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે આપી મંજૂરી

ગુજરાતમાં Coronaએ આંતક મચાવ્યો છે, સાથે સાથે ઉનાળાના તાપનાં કારણે લોકો ઘરમાં જ ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે આ બધા વચ્ચે થોડા રાહતનાં સમાચાર આવ્યા છે. કેન્દ્રનાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરોટી ઓફ ઈન્ડિયાએ કોલ્ડ ડ્રિંક્સ, આઈસક્રીમ અને ફ્રોઝન ફૂડ જેવી ખાદ્યચીજોથી Coronaનું સંક્રમણ થતું ન હોવાની ગાઈડલાઈન્સ દરેક રાજ્યોને મોકલી છે. ત્યારે આ ગાઈડલાઈનનાં મુજબ ગુજરાતમાં કોલ્ડ્રીંક્સ અને આઈસ્ક્રીમના વેચાણમાં છૂટ મળી શકે છે, ફૂડ કમિશ્નર કોશિયાએ તમામ કમિશ્નરોને પત્ર લખ્યો છે. ઠંડા પીણાંથી કોરોના ન ફેલાતો હોવાથી છૂટ મળી શકે છે.

આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સથી કોરોનાનું સંક્રમણ ફેલાતું નથી
17 મે બાદ આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વિતરકોને વેચાણ માટે મળશે મંજૂરી

ગુજરાતમાં આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વેચવા માટે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મંજૂરી આપી છે..આ અંગે તમામ જીલ્લા કલેક્ટરને લેખિતમાં જાણ કરાઇ છે. જેમાં એવી સ્પષ્ટતા કરાઇ છે કે આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સથી કોરોનાનું સંક્રમણ ફેલાતું નથી.આ મંજુરી મુજબ આગામી 17 મે બાદ આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ વિતરકોને વેચાણ માટે મંજુરી આપવામા આવશે. આ સંજોગોમાં હવે આઈસક્રીમ પાર્લરો, દુકાનના માલિકો માટે રાહતના સમાચાર એ છે કે, રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર દ્વારા આ ચોખવટ કરતાં હવે 17 મે બાદ આવા દુકાનદારો આ ખાદ્યચીજોનું ખરીદ, વેચાણ કરી શકશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EP4tkqlGpAzIqxPLQGfRfc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો