Placeholder canvas

ધો.12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો હવે તા.રર સુધી ભરી શકાશે

રાજકોટ : ધો. 12 (સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહ) મે-ર0ર1 ની પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ભરવાની અંતીમ તારીખ 12/03 હતી જે તા. 22/03/2021 સુધી લંબાવવામાં આવી છે. હવે આજે તા. 13/03 થી તા. રર/03 સુધી ઓનલાઇન આવેદનપત્રો ભરી શકાશે જે માટે અલગથી લેઇટ ફી લાગશે નહી (લેઇટ ફી શુન્ય (0) રહેશે.)

આ અંગે શિક્ષણ બોર્ડના નાયબ નિયામકે જણાવેલ છે કે ધોરણ-12 સામાન્ય પ્રવાહ , વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહના આવેદનપત્રો ઓનલાઇન ભરવાની અંતિમ તા. 22/03 રહેશે (રાત્રીના 12 કલાક સુધી). અંતિમ તા. 22/03 સુધી કોઇપણ સમયે ધોરણ-1ર સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુ પ્રવાહના કોઇપણ વિધાર્થીની માહીતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાશે. જે માટે અલગથી કોઇ ફી આપવાની રહેશે નહી. વિધાર્થીનું પ્રિન્સિપાલ એપ્રુવલ બાકી હોય તો તે પણ તારીખ :22/03 (રાત્રીના 12 કલાક) સુધી કરી શકાશે.જો કોઇ શાળાએ ફાઇનલ એપ્રુવલ કરેલ હોય અને આવેદનપત્રો ભરવાના કે સુધારા કરવાના બાકી હોય તો ફાઇનલ એપ્રુવલનું ટીકમાર્ક કાઢીને સબમીટ કરવાથી આવેદનપત્ર ભરી શકાશે અને સુધારો કરી શકાશે.

આ સમાચારને શેર કરો