Placeholder canvas

ભારતીય કિસાન સંઘ દ્વારા લોકડાઉનમાં ખેડૂતોની સમસ્યાઓ અંગે ઉકેલ લાવવા કલેકટરને આવેદન

મોરબી : મોરબીના ભારતીય કિસાન સંઘ દ્વારા લોકડાઉન દરમિયાન ઉદભવેલી ખેડૂતોની વિવિધ સમસ્યાઓ અંગે ઉકેલ લાવવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને કલેકટર જે. બી. પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ આવેદનપત્રમાં જણાવાયું છે કે વર્તમાનમાં કોરોના મહામારીના કારણે આવી પડેલ લોકડાઉનની પરિસ્થિતીમાં કિસાનોની સમસ્યાઓ વધી છે. જેનો તાકીદે ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી છે. જે સમસ્યાઓ નીચે મુજબ છે.

  1. ચાલુ વર્ષે ગુજરાતનાં કિસાનોને આપવામાં આવતું વાર્ષિક 3 લાખના વ્યાજની ધિરાણ ભરવાની મુદત 31/3/2020 હતી. જે હાલ 31/5/2020 કરવામાં આવેલ છે. જેને તત્કાલ નિર્ણય લઈ તેની ભરવાની મુદત 1 માસ વધારી આપવી
  2. હાલ તુરંત ચાલી રહેલ કપાસ – ઘઉં – ચણા – રાયડા ટેકાના ભાવે ખરીદીમાં ઝડપ લાવવી અને રજીસ્ટ્રેશન થયેલ તમામ ખેડૂતોનો માલ લેવા માટે જરૂર પડે કેન્દ્ર સરકારે મંજુરી આપવી. ભરાવેલ માલનાં નાણાં તત્કાલ આપવાં. હાલ દરેક રાજયને જે તે પાકના કુલ ઉત્પાદનના 25% માલ MSPથી ખરીદવાની મર્યાદા દૂર કરવી, ફાર્મર પ્રોડયુસર્સ કંપનીને MSP થી ખરીદી કરવા મંજુરી આપવી.
  3. જે માલના ટેકાના ભાવ અનેકવાર સતત રજુઆતો છતાં નકકી થતા નથી તેવા પાકો જેવા કે દિવેલા, ડુંગળી, જીરૂ , વરીયાળી, બટાકા, શાકભાજી વિગેરેના ખેડૂતોને વર્તમાન સંજોગોમાં ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન ક૨વું પડી રહ્યું છે. આ અંગે અગ્રીમતાના ધોરણે નિર્ણય કરી, આગામી સીઝનથી ટેકાના ભાવ નકકી કરવા અને હાલ તરત આવા કિસાનોને રાહત રૂપ બોનસ કે વેચાણ સહાય જાહેર કરવી. તેમજ હાલ માર્કેટયાર્ડમાં મર્યાદિત સંખ્યામાં ખેડૂતોને બોલાવવામાં આવે છે તે નિયમને દૂર કરવી અને સંપૂર્ણ છૂટ આપવી
  4. મનરેગા યોજનાને કૃષિ સાથે સંલગ્ન કરવી. જેથી, ખેતીમાં મજૂરોની સમસ્યા હલ થાય અને પ્રત્યેક ગામે સ્થાનિકની રોટી મળી રહે. વર્તમાન પરિસ્થિતિમાં લાખો મજૂરો વતનમાં પરત ફરેલ છે. તેમને ખૂબ રાહતરૂપ થઈ શકે.
  5. વર્તમાન સમયમાં આગોતરા વાવેતર માટે ખેતીવાડીમાં 14 કલાક 3 ફેઈઝમાં વિજળી આપવી
  6. મોરબી-માળીયા ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં પાણી છોડવું. જેથી ખેડૂતોને અગાઉ વાવેતર કરી શકાય
  7. રાજકોટ જીલ્લા કિસાન સંઘના પ્રમુખ દિલીપભાઇ સખીયાની અટકાયત ક૨વામાં આવી છે. તેઓ જે મુદ્દાઓ લઇને ગયા હતા. તે અવાર-નવાર રજુ કરાતા મુદ્દાઓ જ છે. જેથી, તેઓને છોડી મૂકવા અપીલ કરવામાં આવી છે.
આ સમાચારને શેર કરો