Placeholder canvas

વાંકાનેર: અણીટીંબાના 8 વર્ષના બાળકે 10 દિવસનો એતેકાફ અને રોજા કર્યા

વાંકાનેર તાલુકાના અણીટીબા ગામના 8 વર્ષના એક બાળકે રામજાન મહિલાના છેલ્લા દસ દિવસ એટલે કે 20 ચાંદથી ચાંદરાત સુધી પોતાના ઘરે જ એતેકાફ અને રોજા કર્યા છે.

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામની સહકારી મંડળીના મંત્રી ફારૂકભાઇ બાદીના દિકરા નૌમને પવિત્ર રમજાન મહિના 20 ચાંદથી ચાંદરાત સુધી દસ દિવસના તેમના ઘરે રહીને તમામ નીતિ નિયમો અને સરીયત મુજબ રહીને એતેકાફ (એતેકાફ એટલે દસ દિવસ સુધી એકાંતમાં રહીને તમામ સંપર્કો દુનિયાદારી છોડીને અલ્લાહની ઈબાદત કરવી) નૌમાને રમઝાન મહિનામાં કુલ 22 રોઝા પણ રાખ્યા છે.આજના સમયમાં મોટી ઉમંરના લોકોને આમાંથી ઇબ્રત લેવા જેવું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો