વાંકાનેરનો ઇન્ચાર્જ મામલતદારમાંથી છુટકારો, અમરેલીના મામલતદાર આર.આર.પાદરિયા વાંકાનેર મુકાયા

વાંકાનેર : રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા 124 જેટલા મામલતદારોની બદલીનો ઘાણવો ઉતાર્યો છે. જેમાં હાલ અમરેલી ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા આર.આર.પાદરિયાની વાંકાનેર મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર મામલતદાર ઓફીસ ઘણા સમયથી ઈન્ચાર્જ મામલતદાર થી ચાલતી હતી. એસ આર વર્મા નો પ્રોબેશન પિરિયડ પુરો હતા અને તેઓનું પોસ્ટિંગ અન્ય જગ્યાએ થતા વાંકાનેર મામલતદાર ની જગ્યા ખાલી પડી હતી જે અત્યાર સુધી ઈન્ચાર્જ મામલતદાર એ બી પરમાર હતા. હવે વાંકાનેરને ઘણા સમય પછી મામલતદાર મળ્યા છે. મળતી માહિતી મુજબ અમરેલીના મામલતદાર આર.આર પાદરીયા સોમવારે ચાર્જ સંભાળશે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •