Placeholder canvas

વિવાદ વચ્ચે નાગરિકતા એકટ દેશભરમાં અમલી

વિપક્ષોના રાજકીય વિરોધ સામે મોદી સરકાર મકકમ રહી:પાક., બાંગ્લાદેશ, અફઘાનના લઘુમતીઓને ભારતની નાગરિકતા મળશે.

દેશભરમાં જેના પર વિવાદ ચાલે છે તે નાગરિકતા એકટ લાગુ થઈ ગયો છે. સંસદે નાગરિકતા એકટમાં સુધારા કર્યા અને મંજુરી આપી હતી તથા રાષ્ટ્રપતિએ પણ તેના પર સહી કરી હતી જેનું નોટીફીકેશન બહાર પડી ગયું છે અને તેથી આ એકટ દેશભરમાં લાગુ થઈ ગયો છે. આ કાનૂની સુધારાથી પાડોશી દેશ બાંગ્લાદેશ-પાકિસ્તાન અને અફઘાનીસ્તાનથી આવતા તે દેશના લઘુમતી, હિન્દુ, ક્રિશ્ર્ચીયન, બૌદ્ધ, જૈન, શીખ તથા પારસી સમુદાયના લોકોને ભારતની નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ અંગે દેશમાં જબરો વિવાદ છે.

કોંગ્રેસ સહિતના વિપક્ષો એવો વિવાદ ઉઠાવી રહ્યા છે કે શા માટે તેમાં મુસ્લીમનો સમાવેશ થતો નથી! પણ મોદી સરકારે અત્યંત સ્પષ્ટ વલણ અપનાવતા જણાવ્યું કે આ ત્રણ દેશોમાં મુસ્લીમો એ લઘુમતીમાંથી અને તે દેશનો ધર્મ પણ ઈસ્લામ છે જેથી તેમના પર ધર્મ, જાતિ કે તેવા ભેદભાવ થવાની શકયતા નથી અને થતો હોય તો પણ તે ભારતની ચિંતા નથી. આથી મુસ્લીમોનો નાગરિકતાના કાનૂની સુધારામાં સમાવેશનો કોઈ પ્રશ્ર્ન જ નથી. ઉપરાંત ભૂતકાળમાં અન્ય દેશોના મુસ્લીમોને ખાસ કેસમાં ભારતની નાગરિકતા આપવામાં આવી જ છે પણ તે કેસ-ટુ-કેસ દીઠ વિચારાશે.

આ સમાચારને શેર કરો