Placeholder canvas

વાંકાનેર બાઉન્ડ્રી પાસે સતત બીજા દિવસે ગેસના ટેન્કરમાંથી રૂ. 44.23 લાખની કિંમતનો દારૂ પકડાયો

મોરબી એલસીબીની કાર્યવાહી : ઇંધણના ટેન્કરમાં છુપાવીને લઈ જવાતો હતો દારૂ

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી પાસે આજે સતત બીજા દિવસે દારૂ ભરેલું ટેન્કર ઝડપાયું છે. જેમાં પેટ્રોલ કે ડીઝલ જેવા ઇંધણના ટેન્કરમાં છુપાવીને દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો. રૂ. 44.23 લાખની કિંમતનો 11,700 બોટલ દારૂ પકડાયો છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી એલસીબીની ટીમે બાતમીના આધારે નાગાલેન્ડ પાર્સિંગનું NL 01 L 5509 નંબરનું ટેન્કર શંકાસ્પદ જણાતા તેને ઉભું રાખી તપાસ કરવામાં આવતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે ડ્રાઇવર ગોરધન અમેદારામ ચૌધરી ઉ.વ.38 રહે. બાડમેર, રાજસ્થાનવાળાની ધરપકડ કરી હતી. બાદમાં આ દારૂના જથ્થાની ગણતરી હાથ ધરી હતી. જે મોડી રાત્રી સુધી ચાલી હતી.

આ ટેન્કરમાંથી મેકડોવેલ્સ નં.1ની 6060 બોટલ કિંમત રૂ. 22.72 લાખ, રોયલ ચેલેન્જની 2080 બોટલ કિંમત રૂ.10.85 લાખ અને એપિસોડ ગોલ્ડની 3552 બોટલ કિંમત રૂ.10.65 લાખ મળી કુલ 11,700 બોટલ કિંમત રૂ. 44.23 લાખનો જથ્થો મળી આવ્યો હતો. આ તમામ જથ્થા સાથે એલસીબીએ કુલ રૂ.64.30 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. સાથે પ્રાથમિક પૂછપરછમાં રામારામરાજી ખેતારામજી જાટ રહે. પાલ જી.જોધપુર, રાજસ્થાનવાળાનું નામ ખુલતા તેને પકડી પાડવા કવાયત હાથ ધરાય છે.

આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, પીએસઆઈ એન.બી. ડાભી, એએસઆઇ રસિકભાઈ ચાવડા, હેડ કોન્સ. દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, સંજયભાઈ મૈયડ, જયવંતસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, કોન્સ. ભરતભાઇ મિયાત્રા, નંદલાલભાઈ વરમોરા અને રણવીરસિંહ જાડેજા રોકાયેલ હતા.

આ સમાચારને શેર કરો