Placeholder canvas

અમદાવાદઃ રિવરફ્રન્ટની દીવાલ ધરાશાયી, બે ના મોત, બે ઘાયલ

ચોમાસા દરમિયાન જૂના અને જર્જરીત મકાનો ધરાશાયી થવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. પરંતુ હવે અમદાવાદનિ ઓળખ એવા રિવરફ્રન્ટ ઉપર દીવાલ ધરાશાયી થવાથી બે મહિલા મજૂરોના મોત થયા છે. જ્યારે અન્ય બે મજૂરો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ પર એક્ઝેસ્ટિંગ દીવાલની નીચે વોટર ચેનલ બનાવવાની કામગીરી દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનામાં ટોટલ ચાર મજૂર દટાયાં હતા. જેમાંથી બે મજૂરના મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય બે મજૂર ઇજાગ્રસ્ત થયા હતા. હાલ આ ઇજાગ્રસ્ત મજૂરને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

મૃતકોમાં દિતાબેન મંગુભાઈ અને સુમનબેન અંબલિયારનો સમાવેશ થાય છે. જ્યારે સાકુબેન રસિકભાઈ અને મંગુભાઈ ઈન્દ્રસિંગને ઈજા પહોંચતા તેમને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવાાં આવ્યા છે.

ઘટના અંગે કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે જણાવ્યું હતું કે, કમિશનર સમક્ષ આ ઘટનાની તપાસ કરવાની માગ કરી છે. સરકારે 1400 કરોડના ખર્ચે રિવફ્રન્ટ બનાવ્યો છે. રિવરફ્ન્ટમાં હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાનો આક્ષેપ કરતા પરિવારજનોને એએમસીએ વળતર ચૂકવવું જોઇએ તેવી માગ કરી છે. આ ઉપરાંત કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ સમાચારને શેર કરો