Placeholder canvas

અમદાવાદ:GMDC ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ, ‘વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ’માં વરસાદનું વિઘ્ન

અમદાવાદ: શહેરમાં મોડી રાત્રે મેઘાની ધોધમાર 1થી4 ઇંચ વરસાદ ખાબકતાં નવરાત્રીના આયોજન સામે વિઘ્ન આવ્યુ છે. અમદાવાદ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા સાંબેલાધાર વરસાદ બાદ GMDC મેદાન પાણીમાં ગરકાવ થઈ ગયું છે. મેદાન પર મોટી માત્રામાં પાણી ભરાતાં વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવને વરસાદનું વિઘ્ન નડ્યું છે.

શહેરીજનો આ મેદાન પર ગરબે ઘૂમે છે પરંતુ વરસાદ બાદ મેદાનમાં પાણી ભરાતાં લાખો રૂપિયાનું નુકશાન થયું છે. આ દૃશ્યો નિહાલી ખેલૈયાઓનો ઉત્સાહ ઓસરી શકે છે.

રાત્રે GMDC મેદાન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. મુખ્યમંચ સાઉન્ડ સિસ્ટમ તેમજ લાઇટિંગ સિસ્ટમને પણ વરસાદના કારણે અશર પહોંચી છે. વરસાદના કારણે રાત્રે ઇલેક્ટ્રૉનિક્સ સાધનો પર પ્લાસ્ટિક વિંટળી દેવામાં આવ્યું હતું. જોકે, વરસાદ બાદ વરસાદી પાણી મેદાન પરથી ઓછું થયું છે પરંતુ મેદાનને સંપૂર્ણરીતે તૈયાર કરવું પડકારજનક રહેશે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/E8dgReCMZEvFSbLkqxZbHJ

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો