Placeholder canvas

અમદાવાદ APMCનો મોટો નિર્ણય, હવે માસ્ક વગર પ્રવેશ નહી.

અમદાવાદ APMCમાં આવનજાવન માટે પેસેન્જર રીક્ષા, CNG રીક્ષા અને ટૂ-વ્હીલરની એન્ટ્રી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

કોરોના વાયરસને લઈ એપીએમસીનો મહત્વનો નિર્ણય કર્યો છે..જેમાં માર્કેટયાર્ડમાં સીએનજી અને પેસેન્જર રીક્ષા પર પ્રતિબંધ મુક્યો છે. તો ટુ વ્હિલર અથવા ચાલતા ખરીદી કરવા આવતા લોકો પર પ્રતિબંધ મુક્યો છે. APMCમાં લોડીંગ અને થ્રી વ્હિલર લઈને શાકભાજી ખરીદવા આવતા લોકોને ડ્રાઇવર સાથે એક વ્યક્તિ સાથે પ્રવેશ આપવામાં આવશે તો શાકભાજી વેચાણ કરવા આવતા ખેડૂતો માત્ર વાહન સાથે બે ખેડૂતોને પ્રવેશ અપાશે. તેમજ માર્કેટ યાર્ડમાં આવતા વેપારી, ખેડૂતો અને ખરીદી કરનાર માસ્ક વગર પ્રવેશ આપવામાં નહિ આવે.

એપીએમસી જમાલપુર ખાતે ખૂબ જ મોટી ભીડ થતી હતી.બહારથી આવતા ટ્રક અને લેવા આવતા વેપારીઓના વાહનોના કારણે ભીડ થતી હતી.જેના કારણે એપીએમસીને જેતલપુર ખસેડવા માં આવી છે..ત્યારે ભીડ ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ ઝડવાય રહે તે માટે એપીએમસી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે.

જોકે અમદાવાદ સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે.ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને લોકો લોકડાઉન પાલન કરે અને સોશિયલ ડિસ્ટન્સ રાખે.પરંતુ શાકમાર્કેટમાં નિયમોનો ભંગ થતો હતો જેના કારણે કાલુપુર માર્કેટ અને જમાલપુર માર્કેટ ને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

લોકોને જરૂરી વસ્તુઓ મળી રહે તે માટે તંત્રએ યોગ્ય વ્યવસ્થા કરી છે,અને શાકભાજી વેંચતા વેપારીઓને જમાલપુરમાંથી ખસેડીને રિવરફ્રન્ટમાં વ્યવસ્થા કરાઈ છે અને ત્યાં પણ ભીડ ન થાય તે માટે પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવે છે. જોકે માર્કેટયાડ ખાતે પણ હોલસેલ માં શાકભાજી ખરીદવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે ત્યારે એપીએમસી માં પણ ખરીદી કરવા માટે વાહન સાથે એક ડાઈવર અને એક વ્યક્તિ જઇ શકશે તેમજ ખેડૂતો શાકભાજી વેચવા આવે તો તે ડાઈવર સાથે બે જ વેપારીને પ્રવેશ આપવામાં આવશે.

આ સમાચારને શેર કરો