Placeholder canvas

ખેતીમાં નુકસાન: વરસાદ અને પવનના કારણે તિથવામાં કારેલીનો માંડવો જમીનદોસ્ત

વાંકાનેર: છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે વરસાદ, પુર અને પવનના કારણે થયેલ નુકસાનીનો ચિતાર હવે સામે આવી રહ્યો છે. તીથવા ગામે ખેડૂતે પોતાની વાડીમાં કારેલી વાવી હતી એ કરેલી માટે બનાવેલો માંડવો જમીનદોસ્ત થઈ ગયો છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામના ખેડૂત હુસેનભાઈ આહમદભાઈ પટેલે પોતાની વાડીએ એક એકરની કારેલી વાલી હતી જે કારેલીના વેલાને ઉપર ચડાવવા માટે એક એકરમાં માંડવો બનાવવામાં આવ્યો હતો. આ માંડવો ભારે વરસાદ અને પવનના કારણે જમીનદોસ્ત થઈ ગયો છે. જેથી ખેડૂતને આ માંડવો ફરીથી બનાવવો પડશે, કારેલીના વેલા મોટા થઈ ગયા હોવાથી પહેલા આ માંડવો વીખવામાં ભારે તકલીફ પડશે અને વેલા તૂટી જશે આમ કારેલી ના ઉત્પાદનમાં ખૂબ ઘટાડો આવવાની શક્યતા રહેલી છે.

ખેતીમાં સતત વરસાદના કારણે અને ખેતરોમાં પાણી ભરાયેલા રહેવાના કારણે વાવેલા પાકો (મોલ) પીળા પડી ગયા છે અને હવે તે સુકાવાની પણ શક્યતા રહેલી છે. જેથી ખેડૂતો જાગૃત રહે અને કૃષિના ખરેખર જાણકાર હોય તેવો પાસે માહિતી લઈને તે મુજબની જ માવજત કરે જેથી તેમનો પાક બચાવી શકાય, અને ખોટો ખર્ચો ન થાય.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/GtrVmwA6Np0LupRnrDgvLt

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનની પ્લે સ્ટોરમાંથી મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો..

આ સમાચારને શેર કરો