Placeholder canvas

ગ્રામીણ ભારતના સર્વાંગી વિકાસમાં આગાખાન એન.જી.ઓ.ની ઉમદા કામગીરી

આગા ખાન રૂરલ સપોર્ટ પ્રોગ્રામ (ભારત)એ એક બિન-સાંપ્રદાયિક,બિન-સરકારી વિકાસ સંગઠન છે.એ કે આર એસ પી (આઈ)સ્થાનિક સમુદાયોને સીધો ટેકો આપીને ગ્રામીણ સમુદાયોની સુધારણા માટે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે.ઇકેઆરએસપી(આઇ) ગુજરાત,મધ્યપ્રદેશ અને બિહારના 2400 થી વધુ ગામોમાં સક્રિય છે.તેને સમાજના પછાત વર્ગના 15 મિલિયન લોકોના જીવન ને અસર કરિ છે. ઇકેઆરએસપી(આઇ)ના કાર્ય દ્વારા અસર પામેલા 80% જેટલા ઘરો આદિવાસી ,દલિતો અને લઘુમતી જેવા પછાત સમુદાયોના છે.60% થી વધુ સ્ત્રીઓ છે જે પ્રોગ્રામના અમલીકરણ માટે મુખ્ય ગ્રુપછે.

“યુવા જંકશન” નો પરિચય…

યુવા જંકસન એ આગાખાનરૂરલ સપોર્ટ પ્રોગ્રામ (ભારત) ની એક અનન્ય યુવા વિકાસ માટેની પહેલ છે.જે વિશેષ કરીને ગ્રામીણ યુવાનો પર તેમાં ખાસ કરીને મહિલાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.વર્ષો થી તેને બજાર આધારિત અભિગમ અપનાવ્યો છે અને હાલના બજારની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રિટેલ સેલ્સ આસોસિએટ ,સિવિંગ મશીન ઓપરેટર,સહાયક બ્યુટી થેરાપીસ્ટ અને સીઆરએમ ડોમેસ્ટિક નોન – વોઇસ જેવા ટૂકાગાળાના તાલીમ અભ્યાસક્રમો પ્રદાન કરે છે.યુવા જંકસન સ્થળાંતર,પરામર્શ,તાલીમ ,પ્લેસમેંટ અને પોસ્ટ પ્લેસમેંટ સેવાઓથી સંકલનવાદીઅભિગમ ને અનુસરે છે.મુખ્ય અભ્યાસક્રમો ઉપરાંત તાલીમમાં,ડિજિટલ સાક્ષરતા,જીવન કુશળતા,કાર્યસ્થળની તત્પરતા,મૂળભૂત અંગ્રેજી,કમ્પ્યુટર અને ઇન્ટરનેટ અને કારકિર્દી માર્ગદર્શન પીએન સામેલ છે.પ્લેસમેંટ પછી સરેરાશ પ્રારંભિક પગાર રૂ.8000/-.તમામ તાલીમ અમારા 17 કેન્દ્રો દ્વારા ગુજરાત અને બિહારમાં મિશ્રિત શિક્ષણ અને વર્ગખંડની તાલીમ અભિગમના મિશ્રણથી આપવામાં આવે છે.

મદદરૂપ થવાની મ્હત્વાકાંક્ષા

સાહિલ,મોરબી જિલ્લાના જૂની કલાવડી ગામનો 18 વર્ષનો જુવાન જેને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું.અને આગળ શું કરવું તે બાબતે બિલકુલ અસ્પષ્ટ હતો.તેના માતા-પિતા ખેડૂત છે અને પોતાની આવકમાથી પરિવારનું ગુજરાન ચલાવે છે.તેના મોટા ભાઈ ની આવક પૂરતી ન હતી અને તેનો નાનો ભાઈ હજી ભણતો હતો.સાહિલ કામ કરિ પોતાના પરિવારને મદદરૂપ થવા માંગતો હતો અને પોતાની કારકિર્દી સ્થાપિત કરવા માંગતો હતો.ગામમાં એક મિટિંગ દરમિયાન યુવા જંકસનના એક પ્રતિનિધિ એ તાલીમ વિષે સમજ આપી અને અભ્યાસક્રમોની વધુ જાણકારી મેળળવા માટે તેને યુવા જંકસન તાલીમ કેન્દ્રની મુલાકાત લેવા સલાહ આપી.સાહિલે તેના ગામ થી 20.00 કી.મી. દૂર આવેલા યુવા જંકસનના વાંકાનેર કેન્દ્ર ની મુલાકાત લીધી.તેને કેન્દ્ર ખાતેના વિવિધ અભ્યાસક્રમો બાબતે જાણકારી આપવામાં આવી અને ભવિષ્યની કારકિર્દીના વિવિધ વિકલ્પો બાબતે ચર્ચા કરવામાં આવી.

તેણે રિટેલ સેલ્સ આસોસિએટ કોર્સ માં પ્રવેશ મેળવ્યો અને ખંતપૂર્વક અભ્યાસક્રમમાં જોડાયો.તે તેજસ્વી વિદ્યાર્થી હતો અને મુખ્ય તાલીમની સાથે અભ્યાસક્રમના ભાગરૂપ કમ્પ્યુટર તાલીમ માં ઘણો રસ પડ્યો. તે જિજ્ઞાસુ હતો અને તેને હંમેશા વધુ કમાવવાની આતુરતા રહેતી. મુખ્ય અભ્યાસક્રમ સાથે શીખવાડવામાં આવેલ મૂળભૂત અંગ્રેજી અને જીવનના પાઠો તેના આત્મવિશ્વાસ વધારવામાં મદદરૂપ બન્યા. તેને અમદાવાદ ખાતે બર્ગરકિંગમાં રૂ.૧૦૦૦૦/- ના માસિક પગારે મૂકવામાં આવ્યો. તે પોતાના ગામ ની નજીક રહેવા માંગતો હોઈ તે રાજકોટ ખાતે ડી-માર્ટ માં રૂ.૧૫૦૦૦/- ના માસિક પગારે ફ્લોર મેનેજર તરીકે જોડાયો. તે પોતાની તમામ બચત પરિવારને ટેકો કરવામાં ફાળવે છે. તે પોતાના પરિવારને ટેકો આપવા બદલ ગૌરવ અનુભવે છે અને પોતાના નાના ભાઈને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કરતો રહે છે. તે યુવા જંકશનની ટીમનો આભારી છે જેણે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન તેને સતત સહકાર અને માર્ગદર્શન આપ્યું જેના વગર તે પોતાની કારકિર્દીમાં કે એક વ્યક્તિ તરીકે પણ આગળ વધી શક્યો ન હોત.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો