Placeholder canvas

સુરત બાદ અમદાવાદમાં બેફામ બનેલી BRTS બસે બે યુવકોને કચડી માર્યાં

મોત બનીને રસ્તા પર દોડતી બસોએ બે દિવસમાં રાજ્યનાં બે મોટા શહેરમાં પાંચ લોકોનો ભોગ લીધો.

બુધવારે સુરત શહેરમાં સીટી બસે બે માસૂમો સહિત ત્રણ લોકોનો ભોગ લીધો હતો. ગુરુવારે સવારે આવો જ બનાવ અમદાવાદ ખાતે નોંધાયો છે. અમદાવાદમાં માતેલા સાંઢની જેમ દોડી રહેલી બસે બે યુવકોને કચડી માર્યાં છે.

મળતી માહિતી પ્રમાણે ગુરુવારે સવારે શહેરના પાંજરાપોળ પાસે BRTSની બસે એક બાઇકને અડફેટે લીધું હતું. જે બાદ બાઇક સવાર યુવકો નીચે પટકાયા હતા અને તેમના પર બસ ફરી વળી હતી. બંને યુવકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ રીતે બે જ દિવસમાં રાજ્યના બે મોટા શહેરમાં બસ ચાલકોએ પાંચ લોકોનો ભોગ લીધો છે.

બુધવારે સીટી બસની અડફેટે મોતને ભેટેલા લોકોનાં મૃતદેહો સ્વીકારવાનો તેમના પરિવારના લોકોએ ઇન્કાર કરી દીધો છે. એટલે કે સુરતના મૃતકોને અગ્નિદાહ અપાયો નથી ત્યાં જ અમદાવાદમાં બીઆરટીએસની બસે બે યુવકોને કચડી નાખ્યા છે.

પાંજરાપોળ નજીક અકસ્માત થયા બાદ ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ આક્ષેપ લગાવ્યો છે કે આ રૂટ પર સિગ્નલ બંધ હોવા છતાં બીઆરટીએસ અને એએમટીએસની બસો દોડે છે. બીજી તરફ કૉંગ્રેસ પાર્ટી તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે, બીઆરટીએસ બસોનાં ડ્રાઇવરોને યોગ્ય ટ્રેનિંગ આપી ન હોવાથી આવા અકસ્માતો થઈ રહ્યા છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/ECVpypuZSbJBZMyYjhoQVi

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો