Placeholder canvas

ગુજરાતના રાજ્યપાલ ભાભરમાં આવેલ શ્રી જલારામ ગૌશાળાની મુલાકાત લેશે.

શ્રી હરિધામ ગૌશાળાની ૩૦ એકર જમીન પર ગૌ ગોચર અને નંદી ગૌચરનું નિર્માણ થશે.

બનાસકાંઠાનાં ભાભર ગામમાં આવેલ શ્રી જલારામ ગૌશાળા ૧૦૦૦૦ જેટલી માંદી, લુલી-લંગડી ગાયોની દેવભાવથી સેવા કરતી ગુજરાતની સૌથી મોટામાં મોટી ગૌશાળા છે. આ ગૌશાળા એક તિર્થભૂમિ સમાન છે. પ્રતિદિન લાખો રૂપિયાના ખર્ચે ચાલતી આ ગૌશાળા પાસે એક પણ ફિક્સ ડીપોઝીટ નથી તેમજ કરોડો રૂપિયાનું દેણું પણ છે. આ ગૌશાળા દ્વારા ગૌવંશનાં નિભાવ હેતુ ગુજરાતની સૌથી આધુનિક ૧૮૦ વીઘામાં પથરાયેલ શ્રી હરીધામ ગૌશાળા નિર્માણ કરાયું હતું. આગામી તારીખ ૧૪ રવિવારનાં રોજ શ્રી હરિધામ ગૌશાળાની ૩૦ એકર જમીન પર ગૌ ગોચર અને નંદી ગૌચરનું નિર્માણ કાર્યનું શુભારંભ થશે. પરમ શ્રધ્ધેય સંતશ્રી દતશરણાનંદજી મારાજ (ગૌધામ-પથમેડા), પ્રેરીત માંદી, લુલી લંગડી ગાયોની દેવભાવથી સેવા કરતી ગૌશાળા તથા ગૌ હોસ્પિટલ એટલે શ્રી જલારામ ગૌશાળા, શ્રી જલારામ ગૌશાળા (ભાભર, જિલ્લો બનાસકાંઠા)ને માંદી ગાયોના સારવાર ઓપરેશનો અને નિભાવ કરતી ગુજરાતની સૌથી મોટી ગૌ હોસ્પિટલ તથા ગૌશાળા છે.

શ્રી જલારામ ગૌશાળા ની સ્થાપના આજથી ૪૧ વર્ષ પહેલા એકલ-દોકલ ગાયોની સારવારના હેતુથી થયેલ. શરૂઆતથી ગૌ સેવકોનો એક જ ભાવ રહેલ કે આવેલ ગાય દુ:ખી ના થવી જોઈએ અને આવેલ ફંડનો માત્ર ગૌસેવાના કામમાં જ ઉપયોગ થવો જોઈએ, આ ગૌશાળાને વર્તમાન યુગનો ચમત્કાર એટલે કહેવું પડે છે. આ ગૌશાળામાં કયારેય નાણાની ઘટ કે વધારો પડ્યો નથી. જોઇએ એટલું જલાબાપા આપી દે છે. ક્યારેય ફીકસ ડીપોઝીટ મૂકવાનો પ્રસંગ નથી આવ્યો કે નથી વ્યાજ મેળવવાનો પ્રસંગ આવ્યો. અત્યારે પણ કરોડો રૂપીયાનું દેણું છે. શ્રી જલારામ ગૌશાળા ભાભરમાં ૬ એકર ભૂમિમાં ગૌ હોસ્પિટલ બનાવવામાં આવેલ છે જયાં ૨૦ એમ્બયુલન્સો દ્વારા લગભગ ૩૫૦ કિ.મી. સુધીથી રોજે રોજ અનેકો માંદી ગાયોને લાવવામાં આવે છે. જયાં ૭પ ડોકટરો અને (એલ, આઇ.)નો સ્ટાફ ઓપરેશનો તથા પાટાપીંડી કરી ગાયોને સાજી કરે છે.

અહીં, ગાયોના કેન્સર વોર્ડ, આહ! (મૂત્રાશયનો ભાગ બહાર નીકળી જવો) વોર્ડ, ફેકચર વોર્ડ, સીઝેરીયન વોર્ડ, સૂરદાસ વોર્ડ, આઇ.સી.યુ.યુનીટ, બર્ન વોર્ડ, કીડની વોર્ડ અને વૃધ્ધાશ્રમ વોર્ડ જેવા અલગ અલગ વોર્ડમાં ગાયોને રાખીને સારવાર કરવામાં આવે છે, ફેકચરનો ભોગ બનેલ ગાયો માટે એકસ-રે મશીન ની સુવિધાનો ઉપયોગ થાય છે, એસીડથી દાઝેલી ગાયો માટે (એસી) વોર્ડની સગવડ છે. ૩ એકર જગ્યામાં સંવર્ધન કેન્દ્ર બનાવેલ છે જયાં સારી ઓલાદની તૈયાર થયેલ ગાયોને સારા સારા ખેડૂતોને ટોકન રાશિ સામે આપવામાં આવે છે. ગૌશાળામાં માત્ર બિમાર, અશકત, વૃધ્ધ શકે ગાયોનો નિભાવ થાય છે. આવા ગૌવંશના નિભાવ હેતુ ગુજરાતની સૌથી આધુનીક ૧૮૦ વિઘામાં પથરાયેલ શ્રી હરિધામ ગૌશાળાનું નિર્માણ કરેલ છે.

અહિ સરસ મજાના હવાઉજાસ વાળા શેડો, સરોવર, ઘાસ ગોડાઉનો, ગોવાળધરો, અને ઓફીસનું નિર્માણ કરેલ છે. પ્રાતઃસ્મરણીય સંતશ્રી હરિરામ બાપાના આશીવૉદથી આ ગૌશાળાની સ્થાપના કરવામાં આવેલ છે. ગાયોને આપવાનો તમામ ઘાસચારો કટર મશીનથી કાપીને આપવામાં આવે છે. માંદી ગાયોને ખોરાકમાં કપાસખોળ, ટોપરા, ગોળ, બાજરીના રોટલા વગેરે રોજેરોજ સ્વયંસેવકો દ્રારા જાતે બેસીને ખવડાવવામાં આવે છે.

ઉતર ગુજરાતના લગભગ દરેક શહેરમાં ગૌ એમ્બુલન્સો ની સુવિધા ચાલુ કરાવેલ છે. મા વિનાના નાના-નાના વાછરડાઓને નાના બાળકોની જેમ ટોટીથી દુધ પીવડાવવામાં આવે છે. શ્રી જલારામ ગૌશાળામાં ગૌ સેવા ઉપરાંત માનવ સેવા, ઘાયલ પશુ-પક્ષીઓની સેવા, કીડીને કીડીયારૂં વગેરે જીવદયાનાં કાર્યો થાય છે, બુધ્ધિ, અપંગ, પાગલ, વિધવા, નિરાધાર એવા અનેકો પરિવારોને દર મહિને જીવનનિર્વાહ કીટનું વિતરણ કરવામાં આવે છે. ઉતરાયણ ઉપર અમદાવાદમાં ઘાયલ પક્ષીઓની સારવારનું સુંદર કાર્ય અમદાવાદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા કરવામાં આવે છે. સાજા થયા પછી જે પક્ષીઓ ઉડી ના શકે તેવા હોય તે તમામ પક્ષીઓને આજીવન અહીં શ્રી હરિધામ ગૌશાળાના વિશાળ મોર ઘરમાં આશ્રય આપવામાં આવે છે. ગાયોને પીવાના પાણી માટે વિશાળ સરોવરનું નિર્માણ કરેલ છે.

જીવદયાના ક્ષેત્રે અદ્ભુત કાર્ય કરતી શ્રી હરિધામ ગૌશાળાની ૩૦ એકર જમીન પર ગૌ ગોચર અને નંદી ગૌચરનું શુભારંભ કરવામાં આવશે. આ કાર્ય રાજ્યના અતીવિદ્વાન ગૌપ્રેમી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના શુભહસ્તે થશે. આ કાર્યક્રમ ૧૪ માર્ચ,૨૦૨૧ રવિવારના રોજ ફાલ્ગુન શુક્લ એકમ, શ્રી હરીધામ ગૌશાળા,ભાભર ખાતે સવારે ૧૦ વાગ્યે રાખેલ છે. આ શુભ અવસર પર ઉપસ્થિત રહીને સૌને એકસાથે ૧૦,૦૦૦થી વધુ ગૌમાતાઓના દર્શન કરીને તેમના આશિર્વાદ પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય એવી મનોકામના સાથે કાર્યક્રમનાં આયોજક શ્રી જલારામ ગૌશાળા પરિવાર તરફથી સાર્વત્રિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
સરનામું : શ્રી જલારામ ગૌશાળા, ભાભર, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત. મો. ૯૮૨૪૬૪૧૦૦૦.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો