Placeholder canvas

મકનસર પાસે ટ્રકની પાછળ મેટાડોર ઘુસી જતા બેના ઘટનાસ્થળે મોત

મોરબી : મકનસર ગામ નજીક ટ્રકની પાછળ મેટાડોર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના પગલે બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની મળતી માહિતી મુજબ મકનસર ગામમાં સ્વામી નારાયણ મંદિર સામે ટ્રકની પાછળ મેટાડોર ઘુસી ગયો હતો. આથી, મેટાડોરચાલક અને ટ્રકચાલક બંનેના ઘટનાસ્થળે મૃત્યુ થયા છે. મળેલી માહિતી મુજબ કન્ટેનરના ટાયરમાં ભડાકો થતા કન્ટેનર ચાલક તે જગ્યાએ પથ્થર મુકવા જતો હતો. તે વખતે પાછળથી મેટાડોરે ધડાકાભેર અથડાતા ટ્રક પાછળ ઉભેલો ટ્રકનો ડ્રાઇવર અને મેટાડોરના ડ્રાયવરના મોત થયા છે. આ બનાવ અંગે જાણ થતા તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસ વાહનોમાં વચ્ચે ફસાયેલી ડેડબોડીને બહાર કાઢી હતી. તેમજ અકસ્માતના પગલે જમા થયેલ ટ્રાફિકને ક્લિયર કરાવ્યો હતો.

આ સમાચારને શેર કરો