Placeholder canvas

વાંકાનેર: કણકોટ પાસે ઇકોએ રોડ ઉપર ઉભેલા ચાર લોકોને હડફેટ લેતા, ત્રણને ઇજા,બે ગંભીર.

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ પાસે આજે રોડ ઉપર ઉભેલા ચાર લોકોને પુરપાટ આવતી એક ઇકોએ રોંગ સાઈડમાં જઈને ચારેય વ્યક્તિને અડફેટે લીધા હતા જેમાં ત્રણને ઈજા થઈ છે જેમાંથી બેની હાલત ગંભીર હોવાની માહિતી મળી છે.

મળેલી માહિતી મુજબ કણકોટથી એકાદ કી. મી. કલાવડી તરફ પોતાની વાડી પાસે રોડની સાઈડમાં ત્રણ આદિવાસી મજુરો અને વાડીના માલિક ભોરણીયા ઈસ્માઈલભાઈ વલીભાઈ ઉભા હતા ત્યારે રાજકોટ તરફથી પૂરપાટ સ્પીડમાં આવતી એક ઇકો કારે રોંગ સાઇડમાં આવીને આ ચારેય વ્યક્તિને અડફેટે લેતા ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી જેમાંથી બે ની હાલત ગંભીર છે. વાડીના માલિકની હાલત પણ ગંભીર હોવાની માહિતી મળી છે.

આ ઈકો માં ચાર-પાંચ વ્યક્તિ હોવાનું જાણવા મળ્યું છે. આ ઇકોએ ચારેય વ્યક્તિને હડફેટે લઇને ઇકો ખેતરની વાડમાં ખુશી ગઈ હતી. ઇકોમાં સવાર ચાર-પાંચ વ્યક્તિઓ ઇકો છોડીને ત્યાંથી ભાગી ગયા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1vrbxTYK6h3bx1pZJ3Wn3

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો