વાંકાનેર: નેશનલ હાઇવે પર વધુ એક ટ્રક બે કાબુ થતા એક્સિડન્ટ..!!

વાંકાનેર: ગતરાત્રે 27 નેશનલ હાઈવે પર મચ્છુ નદીના સામા કાંઠે શ્રીજી પોલીમર્સ પાસે એક ટ્રક બેકાબૂ થયો હતો અને હાઈવેની બાજુમાં પાર્ક કરાયેલા વાહનોને હડફેટે લીધા હતા.

હમણાં કેટલાક સમયથી વાંકાનેર નેશનલ હાઈવે પર ટ્રક બેકાબૂ થઈ રહયા છે અથવા તો ટ્રકનો ડ્રાઈવર બેકાબુ થઇ ને ડ્રાઈવિંગ કરતો હોય અને અકસ્માત સર્જાય છે. ગતરાત્રે વાંકાનેર નેશનલ હાઈવે પર મચ્છુ નદીના સામાકાંઠા પાસે આવેલ શ્રીજી પોલીમર્સ પાસે એક ટ્રક બેકાબુ થઇને હાઈવેની સાઈડમાં પાર્ક કરેલા ત્રણ ચાર વાહનોને હડફેટે લઇ ને નેશનલ હાઈવેની રેલીંગ તોડીને શ્રીજી પોલીમર્સની બાજુમાં આવેલા કારખાનામાં ઘુસી ગયો હતો. જેમાં ડ્રાઈવર અને કંડક્ટર ને ઈજા થતાં હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતથી હાઈવેની સાઈડમાં પાર્ક કરેલી કારમાં નુકસાન થયું હતું અને હાઈવેની મિલકત રેલીમાં પણ નુકસાન થયું છે. ત્યારે નેશનલ હાઇવે ઓથોરિટી કેવા પગલાં લેશે તે જોવાનું રહ્યું. આમ હાઈવે ઉપરથી પસાર થતાં બેફામ ડ્રાઈવિંગ કરી બેકાબૂ થઈ જતા ટ્રકના કારણે ઘણીવાર નિર્દોષ લોકોના જાન જતા હોય છે. આમ આવા બેફામ થઇ ને ડ્રાઇવિંગ કરતા ડ્રાઇવરો અને બેકાબૂ થતાં ટ્રકોની લગામ ખેંચવી પડશે.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D6UaRbZuUwsF3CmCOiUN8w

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો
  • 469
  •  
  •  
  •  
  •  
  •  
    469
    Shares