વાંકાનેર: બે બાઈક વચ્ચેના અકસ્માતમાં એકનું મોત, બે ઘાયલ

વાંકાનેર : વાંકાનેરના વીડી જાંબુડીયા ગામ પાસે રોડ ઉપર બે બાઈક વચ્ચે અકસ્માત થતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિ ઘાયલ થતા બન્નેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ બનાવ અંગે મૃતકના ભાઈએ સામેના મોટરસાયકલ ચાલક સામે ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ ફરિયાદી મુનાભાઇ તેજાભાઇ ટીડાણી (ઉ.વ-૩૨, ધંધો-ખેતી/વેપાર, રહે-પાનેલી, મોરબી) એ આરોપી હીરો સ્લેન્ડર મો.સા નં- GJ 13 AF 6614 નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૪ ના રોજ રાત્રીના આઠેક વાગ્યાના અરસામાં વીડી જાંબુડીયા ગામ પાસે રોડ ઉપર લુણસર નજીક આરોપીએ પોતાના હવાલા વાળુ હીરો સ્લેન્ડર મો.સા નં- GJ 13 AF 6614 વાળુ પુરઝડ્પે અને ગફલત ભરી રીતે બેફીકારાઇથી ચલાવી ફરીયાદીના ભાઇ રાજુભાઇ તેજાભાઇ ટીડાણી (ઉ.વ-૧૯) ના હોન્ડા સાઇન મો.સા નં- GJ 36 D 4479 સાથે ભટકાડતા ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. તેમજ સાહેદ ગેલા રાજુ (ઉ.વ-૧૪) ને માથામાં તથા હાથમાં ફેકચર જેવી ઇજા તથા પોતાને પણ ઇજા થઈ હતી. આ બનાવની ફરિયાદના આધારે વધુ તપાસ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ. કે.એચ. રાવલ ચાલવી રહ્યા છે.

આ સમાચારને શેર કરો
  • 41
  •  
  •  
  •  
  •  
  •  
    41
    Shares