Placeholder canvas

મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત, એકને ઇજા

મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ પાસે બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક મોટર સાયકલ ચાલકને ઇજા પહોંચી હતી.

ગત તા. 9ના રોજ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે પર લાલપર ગામ નજીક હીરો સ્પલેન્ડર મો.સા. નં. GJ-11-AN-5070 ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી આગળ જતા પ્રકાશકુમાર કાંતીલાલ ચાવડા (ઉ.વ. ૩૮, ધંધો.ડ્રાઇવિંગ, રહે.પ્રેમજીનગર (મકનસર), પ્રાથમિક શાળાની બાજુમા, તા.જી.મોરબી, મુળ રહે. લુણસર, તા.વાંકાનેર) ના મો.સા.નં-GJ.03.FG.1628 સાથે ભટકાડી દીધું હતું. તેથી, પ્રકાશભાઈને ડાબા પગના ઢીંચણ નીચે ફેકચર જેવી ગંભીર ઇજા પહોંચી હતી.

આ બનાવ અંગે ગઈકાલે તા. 10ના રોજ પ્રકાશભાઈએ મો.સા. નં. GJ-11-AN-5070 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મોટરસાઇકલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો