Placeholder canvas

વાંકાનેર: ભોજપરા (વાદીપરા) પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, એકને ઇજા

વાંકાનેર : ભોજપરા ગામ પાસે આવેલ વાદીપરા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક બાઇકચાલકને ઇજા પહોંચી હતી. આ અકસ્માત અંગે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

ગઈકાલે તા. 30ના રોજ વાંકાનેર શહેરમાં નર્સરી રોડપર, ભોજપરા ગામ પાસે આવેલ વાદીપરા પાસે ફરીયાદી દીનેશભાઇ ડાયાભાઇ રાઠોડના મો.સા રજી નં જીજે-૦૩-એએફ-૨૪૬૮ વાળુ લઇને જતા હતા. ત્યારે મો.સા રજી નં જીજે-૦૩-સીઈ-૭૩૦૬ પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી પાછળથી ભટકાડી એકસીડન્ટ કર્યો હતો. આથી, ફરીયાદી દિનેશભાઇ ફંગોળાઇ રોડ ઉપર પડી જતા શરીરે નાની-મોટી તથા ડાબા પગે ફેકચર જેવી ઈજા થઇ હતી. હાલમાં પોલીસે આરોપી બાઇકચાલકને પકડવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો