Placeholder canvas

માળીયા: નાના દહીસરા પાસે બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત

માળિયાના નાના દહીસરા ગામના પાટિયા નજીક બુલેટના ચાલકે ડબલ સવારી બાઈકને હડફેટે લેતા એકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

મળતી માહિતી મુજબ મોરબીના ઝીંઝુડા ગામે રહેતા રફીકભાઈ હાજીભાઇ નોબેએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી બુલેટ જીજે ૩૬ પી ૯૮૫૯ ના ચાલકે પોતાનું મોટર સાઈકલ પુર ઝડપે ચલાવીને નાના દહીંસરા ગામના પાટિયા નજીક ફરિયાદી રફીકભાઈના મોટર સાઈકલ જીજે ૧૦ કયું ૭૮૬૩ સાથે અકસ્માત કરતા અકસ્માતમાં ફરિયાદી રફીકભાઈને સામાન્ય ઈજા પહોચી હતી તો સાહેદ હનીફભાઈને માથામાં તથા પગમાં ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે માળિયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે

આ સમાચારને શેર કરો