Placeholder canvas

મોરબી: ‘ઇન્ટરનેશનલ એન્ટીકરપ્શન ડે’ નિમિતે એ.સી.બી. દ્વારા લોક જાગૃતિનો કાર્યક્રમ યોજાયો.

આજે તારીખ 9/ 12/ 2019 એટલે ‘ઇન્ટરનેશનલ એન્ટીકરપ્શન ડે’ આ દિવસ નિમિત્તે એસીબી પોલીસ સ્ટેશન દ્વારા મોરબી શહેરમાં પી.જી.પટેલ કોમર્સ કોલેજ ખાતે આજે એક લોક જાગૃતિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ રવિન્દ્રભાઈ ભટ્ટ તથા પ્રોફેસરગણ અને મોરબી ગ્રાહક સુરક્ષાના એડવોકેટ શ્રી ધર્મેન્દ્રભાઈ બારૈયા તથા કોલેજના 300 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ કાર્યક્રમમાં એન્ટી કરપ્શન બ્યુરો ના માળખા અને એસીબીની કાર્યરીતિ સંબંધે વિસ્તૃત માર્ગદર્શન આપી, ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ બાબતે અને ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદ આપવા અંગે જરૂરી માર્ગદર્શન કરી પેમ્પલેટ વિતરણ તથા બેનર પ્રદર્શન કરવામાં આવ્યુ હતુ.

બ્યુરો દ્વારા નિયત કરેલા ભ્રષ્ટાચાર નિવારણ અંગેની એન્થમનું ગાન રજુ કરવામાં આવેલ સાથોસાથ ભ્રષ્ટાચાર નાબૂદી અંગેના તમામ ને શપથ લેવડાવવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો