Placeholder canvas

મોરબી: ગોપાલ ઇટલીયાની હાજરીમાં ‘આપ’ની સ્થાનિક ચૂંટણીની તૈયારી શરૂ…

મોરબીમાં ‘આપ’ના ગુજરાત પ્રદેશ નવનિયુક્ત પ્રમુખ ગોપાલભાઈ ઇટલીયા હાજરી

મોરબી : ગુજરાતની મોટાભાગની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાનાર છે. ત્યારે ભાજપ અને કૉંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી ગુજરાતે પણ તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ લડવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે આમ આદમી પાર્ટીની મોરબી જિલ્લાની મિટિંગ મળી હતી. જેમાં જિલ્લા અને તાલુકા સહિત શહેરોના સંગઠનો તેમજ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહેલ હતા.

આ સંમેલનમાં 25 નવા યુવાનો અને યુવતીઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેમજ ભાજપના પાલિકા સદસ્ય ટેકેદારો સાથે પાર્ટીમાં જોડાયા હતા. આ સંમેલનમાં માર્ગદર્શન આપવા દિલ્હી સરકારના એમ.એલ.એ. અને ગુજરાત પ્રદેશના સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ નવનિયુક્ત પ્રમુખ ગોપાલભાઈ ઇટલીયા, ઉપાધ્યક્ષ ગુજરાત પ્રદેશ ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ સંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ, સહ-સંગઠન મંત્રી નેમિષ પાટડિયા ખાસ ઉપસ્થિત રહેલ હતા. ગોપાલ ઇટલીયા પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પ્રથમ વખત મોરબીની મુલાકાતે આવતા કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને રાજકીય ક્ષેત્રે ત્રીજા મોરચાની ચર્ચાઓ થવા લાગી હતી.

આ સમાચારને શેર કરો