Placeholder canvas

વાંકાનેર: મહિકામાં આપઘાતનો પ્રયાસ કરનારા યુવાને ૧૧ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી

મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારોની અંદર વ્યાજના ગેરકાયદે હાટડા ધમધમી રહ્યા છે પરંતુ પોલીસ કે જવાબદાર અધિકારીઓ દ્વારા તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી જેના કારણે વ્યાજખોરોનો ત્રાસ જિલ્લાના જુદાજુદા વિસ્તારોમાં દિન-પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસ ને લીધે ફીનાઇલ પી લેતા તેના રાજકોટ સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. તેમને પાંચથી વીસ ટકા જેટલા ઉંચા વ્યાજે રૂપિયા આપીને લાખો રૂપિયા ચુકવી દિધા હોવા છતા પણ હજુ પઠાણી ઉઘરાણી કરતા એક કે બે નહી પરંતુ ૧૧ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી છે. જેથી પોલીસે શાહુકારધારા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના મહિકા ગામે રહેતા અને બિલ્ડીંગ મટીરીયલ સપ્લાય કરવાનું કામ કરતાં નજરૂદિનભાઈ ગનીભાઇ બાદી જાતે મોમીન (ઉમર ૩૫)એ વ્યાજખોરોના ત્રાસથી ફીનાઇલ પીઇ લીધી હતી. તેમને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ૧૧ વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવી છે. જેમા વઘાસીયા ગામના ભગીરથસિંહ ઝાલા, રાતીદેવડીના રાજુભાઇ ઝાલા, વઘાસીયા હરદિપભાઇ ઝાલા, વાંકાનેર કનૈયા સાડીના વિનુભાઇ, વાંકાનેરના નરેન્દ્રસિંહ ઝાલા, વઘાસીયા ગામના જગદીશભાઇ ઝાલા, જાલસીકાના પ્રકાશભાઇ પ્રભાતભાઇ લોખીલ, જામનગરના ગુલાબસિંહ જાડેજા, ચોટીલાના બાબાભાઇ કાઠી, મહિકાના ઇરફાનભાઇ અલીભાઇ બાદી તેમજ ઉસ્માનભાઇ અહમદભાઇ બાદીનો સમાવેશ થયા છે હાલમાં પોલીસે શાહુકારધારા સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

નઝરુદિન બાદી અત્યાર સુધી લીધેલી રકમ કરતાં અનેક ગણી વધુ રકમ આરોપીઓને ચૂકવી દીધી હતી તો પણ તેની પાસેથી પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને તેઓની પાસે બે ટ્રક, બે કાર, એક પ્લોટ તેમજ મકાન હતું જે તમામ મિલકતો આરોપીઓએ લખાવી લીધેલ છે તો પણ જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા જેથી કરીને તેમને આત્મ હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો પોલીસ દ્વારા આ કેસમાં તટસ્થ તપાસ કરવામાં આવે તો વ્યાજખોરના ચુંગાલમાં ફસાયેલ બીજા લોકો બચી શકે તેમ છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Bg9cW6lrckEGLeEs95MWp2

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો