વાંકાનેર: દલડી ગામે ફાટક પાસે ટ્રેનની હડફેટે આવી જતા યુવકનું મોત

વાંકાનેર: તાલુકાના દલડી ગામ પાસે આજે બપોરે 12 વાગ્યાની આસપાસ એક યુવક ફાટકમાંથી પસાર થતા પેસેન્જર ટ્રેનની હડફેટે ચડી જતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા ના દલડી ગામમાં રહેતા અને ગામના જ એક કારખાનામાં કામ કરતા ખોરાજીયા તજમીલ અબ્દુલભાઈ (ઉ.વ 18) આજે બપોરે 12 વાગ્યાની આસપાસ કામ પરથી પોતાના ઘરે જમવા માટે જઈ રહ્યા હતા ત્યારે ગામ પાસે આવેલી ફાટક બંધ હોય તેઓ ચાલીને જતા હોવાથી ટ્રેનના પાટા ઓળંગી રહ્યા હતા તેવામાં જ અચાનક પેસેન્જર ટ્રેન આવી જતા તેમને હડફેટે ચડી ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.

આ અકસ્માતની જાણ થતા જ ગામમાં અને આજુબાજુમાં રહેતા લોકો દોડી આવ્યા હતા. પરંતુ લોકો આવે તે પહેલા આ યુવાનનું પ્રાણપંખેરુ ઉડી ગયું હતું. આ યુવકના પરિવારજનો ને જાણ કરવામાં આવી હતી અને તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. વધુમાં જાણવા મળેલી માહિતી મુજબ ખોરાજીયા અબ્દુલભાઈના ત્રણ પુત્રોમાં આ યુવક સૌથી નાનો પુત્ર છે અને ગામના એક કારખાનામાં કામ કરી રહ્યો હતો. (ફોટો બાય :- ગુલામ પરાસરા, દલડી)

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 31
  •  
  •  
  •  
  •  
  •  
    31
    Shares